Top Stories
khissu

આ યોજનામાં સરકાર આપે છે ફ્રીમાં સિલાઇ મશીન, જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય, તો બસ આટલું કરો કામ

સિલાઈ કામ એ ઘરે બેઠા કામ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે. જેમાં કમાણી પણ ઘણી થાય છે. શું તમે પણ ઘરે બેસીને સિલાઈ કામ કરો છો તો આ સ્કીમ તમારા કામની છે. હાલમાં જ પીએમ મોદીએ 'ફ્રી સિલાઈ મશીન સ્કીમ 2022' લોન્ચ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે દેશની મહિલાઓને રોજગાર પૂરો પાડવો.

PM ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને શ્રમજીવી મહિલાઓને વિનામૂલ્યે સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજના દ્વારા મહિલાઓ ઘરે બેઠા સિલાઈ મશીન વડે રોજગાર શરૂ કરી શકે છે. સિલાઈ મશીન મેળવવા માટે તમારે અરજી કરવાની જરૂર છે. આ યોજના દરેક રાજ્યની 50,000 મહિલાઓ માટે બનાવવામાં આવી છે.

મહિલાઓને આર્થિક સ્વતંત્રતા
પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજનાથી દેશની મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવાની તક મળે છે. 20 થી 40 વર્ષની વયજૂથની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન સ્કીમ 2022 હેઠળ અરજી કરી શકે છે. તેમને સિલાઈ મશીન માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી.

ફ્રીમાં મળશે સિલાઈ મશીન
સરકારની આ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોની મહિલાઓ અરજી કરી શકે છે. યોજના હેઠળ સિલાઈ મશીન મેળવવા માટે, તમારે તમારા દસ્તાવેજોની જરૂર પડશે જેમ કે: આધાર કાર્ડ, જન્મતારીખનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઇલ નંબર વગેરે. જો અરજદાર વિકલાંગ અથવા વિધવા હોય તો તેની પાસે સંબંધિત પ્રમાણપત્ર હોવું જોઈએ.

અરજી કરવાની રીત
સૌથી પહેલા તમે વેબસાઈટ www.india.gov.in પર જાઓ. અહીંથી મફત સિલાઈ મશીન મેળવવા માટે આપેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરો. આ પછી આ અરજી ફોર્મમાં તમારી વિગતો ભરો. અંતે, તમારા માટે પૂછવામાં આવેલા દસ્તાવેજોની ફોટો જોડો.

અરજી ફોર્મની ચકાસણી કરવામાં આવશે
અરજીપત્ર સંબંધિત કચેરીમાં સબમિટ કર્યા પછી, તમારી અરજીની તપાસ કરવામાં આવશે. આ પછી તમારા અરજી ફોર્મની ચકાસણી સંબંધિત ઓફિસના અધિકારી દ્વારા કરવામાં આવશે. આ પછી તમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.

યોજના માટે પાત્રતા
પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના 2022 હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. યોજના હેઠળ, મજૂર મહિલાઓના પતિની આવક 12,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ યોજના હેઠળ માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ જ અરજી કરવા પાત્ર હશે. આ કેન્દ્રીય યોજના માટે દરેક રાજ્યમાં 50 હજારથી વધુ મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે.