khissu

ડુંગળીના ભાવમાં જોરદાર કડાકો : માર્કેટમાં ડુંગળી લઇ જતાં પહેલાં જાણો ખાસ નોટિસ

ડુંગળીના બજારમાં મંદી ચાલી જ રહી છે. સફેદ ડુંગળીની બજારમાં હવે બહુ ઘટાડો થાય તેવું લાગતું નથી. તા. ૧૬/૦૩/૨૦૨૧ ને મંગળવારે મહુવામાં લાલ ડુંગળીના ૪૫ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૨૧ થી ૨૮૦ બોલાયાં હતા જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો ૧૦ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૫૦ થી ૨૧૧ બોલાયા હતા. ભાવનગરમાં લાલ ડુંગળીના ૨૭ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૪૦ થી ૨૭૨ બોલાયા હતા. ગોંડલમાં સફેદ ડુંગળીના ૧૭ હજાર ગુણીના વેપાર સાથે ભાવ રૂ. ૧૨૧ થી ૧૭૬ સુધી બોલાયાં હતાં. 

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :-    

(A) લાલ કાંદા લાવતા ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટભાઇઓને જાહેર જાણ :- મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ કાંદા લાવતા ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદાની આવક તા. ૧૭/૩/૨૧ બુધવાર સવારનાં ૯/૦૦ થી રાબેતા મુજબ ( રજાનાં દિવસો સિવાય ) દરરોજ સવારનાં ૯/૦૦ થી રાત્રીનાં ૯/૦૦ કલાક સુધી લેવામાં આવશે, નકકી કરેલ સમય સિવાય કોઈપણ સંજોગોમાં આવવા દેવામાં આવશે નહી. જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

(B) સફેદ કાંદા લાવતા ખેડુતભાઈઓ તથા કમીશન એજન્ટભાઇઓને જાહેર જાણ :- મહુવા માર્કેટ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સફેદ ડુંગળી વેચાણ માટે લાવતા ખેડુતભાઈઓને જાણ કરવામાં આવે છે કે, સફેદ ડુંગળી ભરવા માટે જે પ્લાસ્ટીક થેલીનો ઉપયોગ કરવામાં આવે છે તે ડીહાઈડ્રેટેડ ઓનીયનનાં એકસપોર્ટમાં મુશ્કેલરૂપ બને છે. આથી ડીહાઈડ્રેશન ઉદ્યોગકારોની રજુઆતનાં અનુસંધાને નીચે મુજબની કાળજી રાખવી. 

(૧) સફેદ ડુંગળી ભરવા માટે પ્લાસ્ટીક બારદાનનો ઉપયોગ કરવો નહી. આમ છતા કરવામાં આવે તો ફકત લાલ સનેડો બારદાન કે જે સારી ગુણવતાવાળા હોય તે જ વાપરવા અન્ય કોઈ કલરનાં બારદાનમાં સફેદ કાંદાને યાર્ડ પ્રવેશ મળશે નહી. 

(૨) સીલાઈ માટે ફકત શણની સુતળી જે વાપરવાની રહેશે. પ્લાસ્ટીકની કોઈપણ કલરની સુતળી વાપરી શકાશે નહી. 

(૩) સફેદ ડુંગળી ભરવા માટે ખેડુતોએ કંતાનની નવી થેલી વાપરવાનો આગ્રહ રાખવો, અન્ય બારદાનની સરખામણીમાં મોંઘી પડશે પણ તેની સામે તેના પ્રમાણમાં ભાવો મળશે. કારણ કે ખરીદનાર બારદાનને પણ ધ્યાનમાં લે છે અને કારખાનાવાળા બને ત્યાં સુધી કંતાનની થેલીમાં જ લેવાનો આગ્રહ કરતા હોય છે. તેથી તેમાં સારા ભાવો ઉપજશે. ફકત બારદાન માટે વધુ પૈસા પહેલા ખર્ચવા પડે છે. પરંતુ ભાવોમાં તે સરભર થઈ જાય છે. તેથી ખેડુતોએ ખાસ નવી કંતાનની થેલી વાપરવાનો ખાસ આગ્રહ રાખવો. 

ઉપરોકત બાબત ખાસ ખેડુતોનાં હિતમાં હોય તેથી ખાસ ધ્યાને લઈ તે મુજબ અમલવારી કરવા જણાવવામાં આવે છે. ઉપરોકત નિયમની તા. ૨૫/૩/૨૧ ગુરૂવારથી ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે. જેની ખેડૂતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

તા. ૧૬/૦૩/૨૦૨૧ ને મંગળવારે લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ વડોદરા અને દાહોદમાં રૂ. ૪૦૦ બોલાયો હતો તેમજ સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવામાં રૂ. ૨૧૧ બોલાયો હતો. 
 

તા. ૧૬/૦૩/૨૦૨૧ને મંગળવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 280

ભાવનગર :- નીચો ભાવ 140 ઉંચો ભાવ 272

વિસાવદર :- નીચો ભાવ 70 ઉંચો ભાવ 206

જેતપુર :- નીચો ભાવ 71 ઉંચો ભાવ 211

પાલીતાણા :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 280

મોરબી :- નીચો ભાવ 100 ઉંચો ભાવ 220 

સુરત :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 380

દાહોદ :- નીચો ભાવ 200 ઉંચો ભાવ 400 

અમદાવાદ :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 280 

વડોદરા :- નીચો ભાવ 160 ઉંચો ભાવ 400

તા. ૧૬/૦૩/૨૦૨૧ને મંગળવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 211 

ભાવનગર :- નીચો ભાવ 155 ઉંચો ભાવ 200 

ગોંડલ :- નીચો ભાવ 121 ઉંચો ભાવ 176

તા ૧૭/૩/૨૦૨૧ને બુધવારના લાલ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 80 ઉંચો ભાવ 271 
ભાવનગર :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 272 

તા. ૧૭/૩/૨૦૨૧ને બુધવારના સફેદ ડુંગળીના ભાવો નીચે મુજબ રહ્યા હતા.

મહુવા :- નીચો ભાવ 150 ઉંચો ભાવ 208 
ભાવનગર :- નીચો ભાવ 155 ઉંચો ભાવ 190