khissu

દેશમાં રૂ ન ભાવ ઐતિહાસિક સપાટીએ, જાણો બજાર ભાવ તેમજ આયુર્વેદિક ઉપચાર: તલનું તેલ

દેશમાં રૂનાં ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યાં હોવાથી અને ટેક્સટાઈલ્સ મિલોને રૂ મળતું ન હોવાથી સાઉર્થન ઈન્ડિયા મિલ્સ એસોસિએસને વડાપ્રધાનને પત્ર લકીને કપાસનીઆયાત ડ્યૂટી દુર કરવા અને એમસીએક્સ તેમજ એનસીડેક્સમાંથી કોટન અને કપાસ અને કપાસિયાખોળનો વાયદો દૂર કરવા માટેની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં બીજા એગ્રી વાયદા દુર કર્યાં છે તેમ કોટનને પણ દૂર કરવાની માંગ હવે ઉઠી છે.દેશમાં રૂની આયાત ઉપર વર્તમાન સમયમાં ૧૧ ટકાની આયાત ડ્યૂટી લાગી છે, જેમાં પાંચ ટકા બૈઝિક કસ્ટમ ડ્યૂટી અને પાંચ ટકા એગ્રી ઈન્ફ્રા સેસ છે તેમજ તેની ઉપર ૧૦ ટકાની સેસ મળીને કુલ ૧૧ ટકાની આયાત ડ્યૂટી લાગે છે.

મગફળીમાં પાંખી ઘરાકી વચ્ચે ભાવમાં સરેરાશ નરમાઈ જોવા મળી હતી. સીંગદાણાની બજારમાં ઘરાકી ઓછી છે અને તહેવારોની લોકલ માંગ હજી ખાસ દેખાતી નથી. આગામી દિવસોમાં જો બજારમાં લેવાલી આવશે તો જ બજારમાં સુધારો આવશે, એ સિવાય ખાસ કોઈ મુવમેન્ટ દેખાતી નથી.મગફળીનાં ભાવમાં આગામી દિવસોમાં વેચવાલી અને સીંગતેલની મિલોની કેવી માંગ રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. ઉનાળુ મગફળીનાં વાવેતર હજી રેગ્યુલર શરૂ થવાની છે, પરંતુ બિયારણની પૂછપરછ સારી હોવાથી આગળ ઉપર ટેકો મળે તેવી ધારણાં છે. બનાસકાંઠા-સાબરકાંઠા વિસ્તારમાં પણ સારા વાવેતરની ધારણાં છે.

બાજરીનાં ભાવ નીચી સપાટી પર યથાવત રહ્યાં હતા. ગુજરાતમાં સામાન્ય કરતાં તાપમાનમાં થોડો વધારો થયો છે અને ઠંડીનું પ્રમાણ ઘટ્યુંછે. બીજી તરફ વાદળછાયું વાતાવરણ હોવાથી બાજરીની લેવાલી ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને ખાનાર વર્ગમાં આ વર્ષે બાજરીની ઘરાકી જ ખાસ દેખાતી નથી, પરિણામે ભાવ નીચી સપાટી પર સ્ટેબલ રહ્યાં છે.ડીસામાં બાજરીની ૭૦૦થી ૮૦૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૩૩૦થી ૪૫૫નાં ભાવ હતાં.રાજકોટમાં ૧૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨૭૫થી ૪૨૫નાં હતાં. જ્યારે બિલ્ટીમાં રૂ.૨૦૦૦થી ૨૧૦૦નાં ભાવ હતાં.

આયુર્વેદિક ઉપચાર 

શિયાળામાં દરરોજ તલના તેલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પાચનને ઠીક કરવાથી લઈને ત્વચાની સમસ્યાઓ માટે પણ અસરકારક સારવાર છે.  આયુર્વેદ અનુસાર તલના તેલમાં ઔષધીય ગુણ હોય છે અને તેનો ઉપયોગ કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તેના બીજમાંથી તલનું તેલ કાઢવામાં આવે છે. તલનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે. તલના બીજને પાવડર, તેલ અને પેસ્ટના રૂપમાં ખાઈ શકાય છે.તલનું તેલ પહેલેથી જ શુદ્ધ છે, તેથી તમે તેને સરળતાથી ખોરાકમાં વાપરી શકો છો. તલના તેલમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ત્વચા માટે: તલના તેલથી ચહેરા પર માલિશ કરવાથી ત્વચા સ્વસ્થ રહેશે.  તે પછી ત્વચાની અંદર શોષાય છે અને તેને પોષણ આપે છે.  આ સિવાય તલના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે અને તે ત્વચાને યુવી કિરણો, પ્રદૂષણ અને ઝેરી તત્વોથી બચાવે છે.
 

શિયાળામાં ઉપયોગ કરો: શિયાળામાં તલના તેલનો ઉપયોગ તમને ગરમ રાખે છે.  આયુર્વેદ અનુસાર, તલનું તેલ વાત દોષને શાંત કરે છે અને તેને સંતુલિત રાખે છે. જો કે, ઉનાળામાં તલના તેલનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તેની અસર ગરમ છે.
 

પાચનમાં મદદ કરે છે: તલનું તેલ પાચનતંત્રને સારું રાખે છે અને પાચનમાં મદદરૂપ છે.  તલના તેલમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. આનાથી તમને કબજિયાતની સમસ્યા નહીં થાય.
 

સંધિવાની સમસ્યામાં: તલનું તેલ એટલે કે તલના તેલમાં બળતરા વિરોધી ગુણો હોય છે અને તે સાંધામાં દુખાવો અને સોજો ઓછો કરે છે.  આર્થરાઈટિસની સમસ્યામાં તલના તેલની માલિશ કરવાથી ફાયદો થાય છે. આ સિવાય દાંતના દુખાવામાં પણ તેને લગાવવાથી ફાયદો થાય છે.

આજના બજાર ભાવો (06/01/2022, ગુરુવાર)

અમરેલી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1015

2040

ઘઉં 

370

426

જીરું 

1300

3361

તલ 

1000

2135

બાજરો 

310

419

ચણા 

650

957

મગફળી ઝીણી 

1015

1109

મગફળી જાડી 

900

1131

જુવાર 

408

478

સોયાબીન 

1050

1248

ધાણા 

1430

1655 

તુવેર 

670

1231

તલ કાળા 

1005

2445

અડદ

700

1310

મેથી 

1018

1051

ઘઉં ટુકડા 

364

478

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ

-

-

એરંડા 

1080

1121

જીરું

2950

3220

ઘઉં 

360

414

મગફળી જીણી

-

-

મગફળી જાડી

-

-

લસણ

160

395

તલ 

1750

2070

અડદ 

600

1300

મરચા સુકા 

1000

3245

અજમો 

1990

5500

 

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

180

2052

ઘઉં લોકવન 

402

428

ઘઉં ટુકડા

408

466

જુવાર સફેદ

360

575

બાજરી 

261

420

તુવેર 

1000

1225

મગ 

1000

1420

મગફળી જાડી 

-

-

મગફળી ઝીણી 

-

-

એરંડા 

1080

1163

અજમો 

1225

2065

સોયાબીન 

1190

1365

કાળા તલ 

1875

2355

લસણ 

150

346

ધાણા

1420

1681

જીરૂ

2930

3144

રાય

1500

1585

મેથી

1000

1211

ઈસબગુલ

1625

2160

ગુવારનું બી 

1110

1135 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

1908

ઘઉં લોકવન

350

420

ઘઉં ટુકડા 

350

417

ચણા 

750

923

અડદ 

1080

1342

તુવેર 

1080

1290

મગફળી ઝીણી 

975

1078

મગફળી જાડી 

750

1120

તલ 

1700

2080

તલ કાળા 

1700

2500

જીરું 

2350

3066

ધાણા 

1350

1801

મગ 

1250

1364

સોયાબીન 

1000

1284

જુવાર 

280

374 

મેથી 

950

1051

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1650

1986

મગફળી 

851

1200

ઘઉં 

390

401

જીરું 

2650

3025

એરંડા 

1135

1168

અડદ 

-

-

મોરબી માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં 

395

443

જીરું 

2180

2060

એરંડા 

1116

1130

તલ 

1890

2100

મગફળી ઝીણી 

836

1350

તલ કાળા 

1370

2100

અડદ 

500

1250

ગુવારનું બી 

-

-

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1300

2061

મગફળી 

850

1070

ઘઉં 

250

453

જીરું 

2480

3205

તલ 

1605

2105

બાજરો 

283

442

ધાણા 

1200

1500

તલ કાળા 

1650

2250

અડદ 

450

1210

મઠ 

1300

1675

રાઈ 

1200

1675