khissu

બજેટ 2021-22માં શિક્ષણક્ષેત્રે જોગવાઈ : રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને આપશે ફ્રીમાં ટેબ્લેટ ઉપરાંત બીજી ઘણી સુવિધાઓ, જાણો બીજી શું સુવિધાઓ અપાઈ ?

આજે ગુજરાત વિધાનસભમાં વર્ષ 2021-22 નું બજેટ રજૂ થયું જેમાં નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે આ વખતે પેપરલેસ બજેટ રજૂ કર્યું જે રજુ કરવા વાળું ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે.
તેવી જ રીતે હવે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યુ જે પેપરલેસ બજેટ રજૂ કર્યુ.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઓનલાઇન બજેટ માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપમાં બજેટને લઈને તમામ વિગતો છે. જે ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે.

આ બજેટ એપ્લિકેશનમાં અગાઉના વર્ષના બજેટના પણ તમામ દસ્તાવેજો ઉપલબ્ધ છે. જેમાં ૨૬ વિભાગના બજેટ પ્રકાશન મુકવામાં આવ્યા છે અને તમામ બજેટના દસ્તાવેજો ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં જોઈ શકાય છે. જોકે રાજ્યને હવે બજેટમાં સીધો ટેક્સ નાખવાની કોઈ જોગવાઈ નથી.

લોકશાહીમાં દરેક નાગરિકને બજેટની બધી વિગતો ઉપલબ્ધ થશે. અત્યારસુધી વિધાનસભાની કામગીરીનું લાઈવ પ્રસારણની લોકોની માંગ હતી. રાજ્યને હવે બજેટમાં કોઈ સીધો ટેક્સ નાખવાની જોગવાઈ નથી. GST આવ્યા બાદ વન નેશન વન ટેક્ષ છે. ગુજરાતમાં ૭૪ પ્રકારના પ્રકાશનો બજેટને લઈને બહાર પડતા હતાં. દર બજેટમાં ૭૩ જેટલા પ્રકાશનો રજૂ કરવામાં આવે છે. જોકે ૭૩ પ્રકાશન વિતરણમાં ૫૫૧૭૩૦૫ કાગળના પેજ વપરાય છે.

આજે નીતિનભાઈ પટેલે વર્ષ 2021-22નું પેપરલેસ બજેટ વિધાનસભામાં રજૂ કર્યું જેમાં શિક્ષણક્ષેત્રે રાજ્ય સરકારની મહત્વની જાહેરાતો કરાઈ હતી.

શિક્ષણક્ષેત્રે નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે બજેટમાં શુ જોગવાઈ કરી ?

-  ગુજરાતમાં બજેટ 2021-22માં નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડની જોગવાઈ કરી છે.
- બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે 3400 શાળાઓમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ સહાય આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓમાં પીવાના પાણીની સુવિધા તેમજ વીજળીની સુવિધા માટે 72 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 567 કરોડની જોગવાઈ કરેલ છે.
- 11 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ માટે 2205 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા 19 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે પાઠયપુસ્તકોની સહાય માટે 265 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- કયાત નિવાસી શાળાઓમાં ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળે તે હેતુથી મોટાપાયે માળખાગત સુવિધાઓ ઉભી કરવાની યોજના માટે 280 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- શાળાથી 1 કિલોમીટર કરતા વધુ અંતરે રહેતા દોઢ લાખથી વધુ બાળકો માટે વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવા માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ સુવિધા તેમજ ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા 287 કરોડની જોગવાઈ કરવામાં આવી.