khissu

બજેટ 2021-22માં આરોગ્ય ક્ષેત્રે જોગવાઈ : સૌથી વધુ ફાયદો આરોગ્ય ક્ષેત્રને થયો, જાણો શું જોગવાઈ છે ?

આજે 3 માર્ચ 2021 ના રોજ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થયું હતું. નાણાંમંત્રી નીતિન પટેલ 9મી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ગત વર્ષે 2.17 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું જ્યારે આ વખતે લગભગ 2.25 લાખ કરોડનું બજેટ રજૂ થયું.

નાણાંમંત્રી નીતિન પટેલે વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું જેમાં સૌથી વધારે ફાયદો આરોગ્ય મંત્રાલયને થયો છે. નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આરોગ્ય વિભાગના બજેટ અંતર્ગત અમદાવાદની નવી સિવિલને અપગ્રેડ કરવા 87 કરોડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે કુલ 66 કરોડ, મોરબી અને ગોધરામાં નવી મેડિકલ કોલેજ માટે 50 કરોડ, મેડિકલ વેકસીન સ્ટોર માટે 3 કરોડ ફાળવવામાં આવશે.

ગુજરાત બજેટ 2021-22માં આરોગ્ય ક્ષેત્રે શું જોગવાઈ ? :

-  નીતિન પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ કરી છે.
- અમદાવાદની નવી સિવિલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવેલી મા-વાત્સલ્ય યોજના માટે 1,106 કરોડની જોગવાઈ કરાઈ છે.
- પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે કુલ 66 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- રાજ્યમાં રસિકરણની કામગીરી સારી રીતે થાય તે માટે રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે.
- મોરબી અને ગોધરામાં બની રહેલી નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલના અપગ્રેડ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી.
- રાજ્યના વધુ 9 જિલ્લામાં મેડિકલ વેકસીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોડ રૂપિયાની જોગવાઈ કરી.