khissu

બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: ૧લી તારીખથી આ બેંકની ચેકબુક કામ નહીં કરે, જાણી લો નહીંતર કામ અટવાઈ જશે

જો તમે પણ પંજાબ નેશનલ બેંક (PNB) ના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક 1 ઓક્ટોબરથી જૂની ચેક બુક બંધ કરવા જઈ રહી છે.

બેંકે ટ્વીટ કરીને ગ્રાહકોને આ અંગે જાણ કરી છે. વાસ્તવમાં, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC) અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા (UNI) ને પંજાબ નેશનલ બેન્કમાં મર્જ કરવામાં આવી હતી, ત્યારબાદ ગ્રાહકોની ચેકબુક અને MICR કોડ બદલી ગયા છે.

જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી બંધ થશે.
PNB એ ટ્વીટમાં કહ્યું છે કે 1 ઓક્ટોબરથી e OBC અને e UNI ની જૂની ચેકબુક કામ કરશે નહીં. ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે જેમની પાસે ઓબીસી અને યુએનઆઇ બેન્કોની જૂની ચેકબુક છે, તેમણે વહેલી તકે નવી ચેકબુક મેળવી લેવી જોઇએ, નહીંતર જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી નકામી થઇ જશે. નવી ચેકબુક PNB ના અપડેટેડ IFSC કોડ અને MICR સાથે આવશે.

નવી ચેકબુક માટે કેવી રીતે અરજી કરવી?
નવા ચેકબુક માટે ગ્રાહકે બેંકની શાખાની મુલાકાત લેવી પડશે. આ સિવાય બેંકના ગ્રાહકો ચેકબુક માટે ઓનલાઈન અરજી પણ કરી શકે છે. તમે ઇન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા ચેકબુક માટે અરજી કરી શકો છો.

તમે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ચેકબુક મંગાવી શકો છો.
જો ગ્રાહક ઈચ્છે છે કે ચેક સાથેના વ્યવહારમાં કોઈ સમસ્યા ન આવે તે માટે નવી ચેકબુક લેવી જરૂરી છે. ગ્રાહકો આ અંગે વિગતવાર માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 18001802222 પર કોલ કરી શકે છે.

MICR કોડ શું છે?
MICR કોડ અથવા Magnetic Ink Character Recognition Code 9 અંકનો કોડ છે. તે (ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ) માં ભાગ લેતી બેંક શાખાઓને ઓળખે છે. આ કોડમાં બેંક કોડ, ખાતાની વિગતો, રકમ અને ચેક નંબર જેવી વિગતો હોય છે. આ કોડ ચેકના નિચેના ભાગમાં સ્થિત હોઈ શકે છે. આ 9 અંકના કોડમાં, પ્રથમ 3 અંકો શહેરનું પ્રતિનિધિત્વ કરે છે, આગામી 3 અંકો બેંકનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા 3 અંકો શાખા કોડને રજૂ કરે છે.
તમને જણાવી દઈએ કે જૂના આઈએફએસસી કોડને બદલે નવો કોડ મેળવવા માટે, ગ્રાહકોએ તેમના બેંક પ્રૂફની સોફ્ટકોપી સબમિટ કરવી પડશે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી આધાર કાર્ડ સાથે લિંક કરેલા ઓનલાઈન સુધારા માટે વિનંતી મોકલી શકો છો.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.