khissu

ક્રિકેટના રસિકો અને ખેલૈયા મુંઝાઈ જાય એવી આગાહી, નવરાત્રિ અને વર્લ્ડ કપ બન્નેમાં અનરાધાર વરસાદની આગાહી

rain forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે,  17 મી ઓક્ટોમ્બરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. બસ આ જ પ્રક્રિયાનાં કારણે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને પછી છુટા છવાયા ઝાપટા પડી શકે છે. ત્યારે હવે હવામાન વિભાગે પણ નવી આગાહી કરી છે અને વર્લ્ડ કપ તેમજ નવરાત્રિ બન્નેને લઈ આગાહી કરી છે.

હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આ નવી આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે જ સુરેન્દ્ર નગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે

આ જ રીતે આગાહીમાં એમ પણ કહેવાયું છે કે  નવરાત્રીનાં બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો વળી અલગ અલગ વર્લ્ડકપની મેચો પણ આ જ તારીખોમાં રમાવાની છે. ત્યારે એમાં પણ વરસાદ ખાબકે એવી પુરેપુરી શક્યતા છે.