khissu

Ipl 13 માં રાજસ્થાન રોયલ્સ ના અભિયાનની વિજયી શરૂઆત, હાઈ સ્કોરિંગ ગેમમાં ચેન્નાઈ સુપર કિંગ ને 16 રને હરાવ્યું

Ipl 13 ની ચોથી મેચમાં રમવા ઉતરેલા રાજસ્થાન રોયલ્સ એ સારી શરૂઆત કરતા તેના અભિયાનની શરૂઆત ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવીને કરી છે. હાઈ સ્કોરિંગ ગેમ માં ચેન્નાઈ સુપર કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ સામે 16 રનથી પરાજય થયો.

યુએઈના શારજાહ મા રમાઇ રહેલી મેચમાં, સો પ્રથમ ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાન રોયલ્સે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ને ખૂબ સસ્તામાં ગુમાવી દીધો હતો. 

પરંતુ સંજુ સેમસન અને સ્ટીવ સ્મિથે આક્રમક બેટિંગ કરતા બીજી વિકેટ માટે 121 રનની પાર્ટનરશિપ કરી હતી. સ્મિથે ચાર સિક્સર અને ચાર ફોર ની મદદ થી 69 અને સેમસન એ એક ફોર અને નવ સિક્સર ની મદદ થી માત્ર 32 બોલ માં 74 રન કર્યા હતા. છેલ્લે જોફ્રા આર્ચર નાં 8 બોલ માં 27 રન નાં કારણે રાજસ્થાન રોયલ ૨૦ ઓવરમાં 216 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી સેમ કરણ ને બાદ કરતા બીજા બધા બોલર રનની ગતિ રોકવામાં નિષ્ફળ નિવડ્યા હતા.

રાજસ્થાનના 216 રનના જવાબમાં ચેન્નઈ સુપર કિંગ 20 ઓવરમાં 200 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈ તરફથી ડું પ્લેસિસ એ 72 અને મહેન્દ્ર સિંહ ધોની એ 29 રન કર્યા હતા. આ મેચમાં બંને ટીમની મળીને કુલ ૩૩ સિક્સર લાગી હતી. જે કોઈ પણ આઇપીએલની એક મેચ માં વધારે સિક્સર નો રેકોર્ડ છે.