khissu

રતન ટાટાના ખરાબ દિવસો: 70 વર્ષ પછી હવે આ કંપનીને વેચી નાખશે, કિંમત છે 27000 કરોડ રૂપિયા

Ratan Tata: ટાટા ગ્રુપ હોમ એપ્લાયન્સ બિઝનેસથી અલગ થવાનું વિચારી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટાટા ગ્રુપે પોતાની લગભગ 70 વર્ષ જૂની કંપની વોલ્ટાસને વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે. નિષ્ણાતોના મતે કંપની મેનેજમેન્ટને લાગે છે કે આ બજાર એકદમ સ્પર્ધાત્મક બની ગયું છે. હવે આ બિઝનેસને આગળ વધારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

લોકો કમાય-કમાયને ફેશનમાં જ ઉડાડે છે, પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે, આંકડો જોઈને વિશ્વાસ નહીં આવે

આ જ કારણ છે કે ટાટા ગ્રૂપનું મેનેજમેન્ટ આ બિઝનેસને વેચવાની શક્યતાઓ પર ચર્ચા કરી રહ્યું છે. બીજી તરફ આ સોદામાં તેના સંયુક્ત સાહસ આર્સેલિક એએસને સામેલ કરવા કે નહીં તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

કંપનીની કિંમત 27 હજાર કરોડ રૂપિયા

અત્યારે સમગ્ર વાતચીત પ્રાથમિક તબક્કામાં છે. ટાટા ગ્રૂપ લાંબા ગાળા માટે સંપત્તિને પોતાની પાસે રાખવાનું પણ નક્કી કરી શકે છે. આ મામલે ટાટા ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. ચાલુ વર્ષમાં કંપનીના શેરમાં 3.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

21 વર્ષની ઉંમરે તમારું બાળક બનશે 2 કરોડ રૂપિયાનો માલિક, બસ આ રીતે 10,000 રૂપિયાથી કરો પ્લાન

કંપનીનું માર્કેટ કેપ લગભગ 27 હજાર કરોડ રૂપિયા છે. 1954માં સ્થપાયેલ, વોલ્ટાસ એર કંડિશનર અને વોટર કૂલર્સ તેમજ કોમર્શિયલ રેફ્રિજરેશન યુનિટનું ઉત્પાદન કરે છે. કંપનીની વેબસાઇટ અનુસાર કંપની ભારત, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં હાજરી ધરાવે છે.

કેટલો ધંધો થયો

દિવાળી પર અહીં મળી રહ્યું છે સાવ સસ્તું સોનું, બજાર કરતાં ઘણો ફરક પડશે, લોકોની અત્યારથી લાઈન લાગી

કંપની ભારતમાં આર્સેલિક સાથે સંયુક્ત સાહસ પણ ધરાવે છે અને તેણે સ્થાનિક બજારમાં વોલ્ટાસ બેકો બ્રાન્ડ હેઠળ ઘરેલું ઉપકરણોની શ્રેણી પણ લોન્ચ કરી છે. વોલ્ટાસ બેકોએ વર્તમાન નાણાકીય વર્ષમાં લગભગ 96.7 અબજ રૂપિયા ($1.2 બિલિયન)ની આવક ઊભી કરી છે. કંપનીના બીજા ક્વાર્ટરના અહેવાલ મુજબ, 30 સપ્ટેમ્બર સુધીમાં, રેફ્રિજરેટર માર્કેટમાં વોલ્ટાસ બેકોનો હિસ્સો 3.3 ટકા અને વોશિંગ મશીન માર્કેટમાં હિસ્સો 5.4 ટકા હતો.

ખેડૂતોની દિવાળી સુધરી ગઈ: સરકાર ખરેખર આપી રહી છે પુરા 15 લાખ રૂપિયા, 11 લોકોની ટીમ કરી દો અરજી

કંપનીના શેરમાં ઘટાડો

જો આજે કંપનીના શેરની વાત કરીએ તો ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE પાસેથી મળેલા ડેટા અનુસાર તે 1.68 ટકાના ઘટાડા સાથે રૂ. 813.50 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે આજે કંપનીના શેર પણ રૂ.812ના દિવસના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. કંપનીના શેર આજે ફ્લેટ રૂ. 827.90 પર ખુલ્યા હતા. કંપનીની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 933.50 છે, જે 3 માર્ચ, 2023ના રોજ જોવા મળી હતી. જ્યારે 27 જાન્યુઆરીએ કંપનીએ રૂ. 737.60ની 52 સપ્તાહની નીચી સપાટી જોઈ હતી.