1) રેશનકાર્ડને લગતી સેવા વધુ સરળ
ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશનકાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશનકાર્ડ કઢાવવું, રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર (CSC)માં પણ ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રેશનીંગ દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઉભા નહીં રહેવું પડે.
2) મફત રાશન વિતરણ માર્ચ 2022 સુધી
કોરોના વાયરસ મહામારીના કારણે દેશભરમાં કેન્દ્ર સરકાર તરફથી ગરીબોને મફત રાશન વિતરણની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાની સ્થિતિ સુધરતાં હાલમાં જ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ વિપક્ષના વિરોધબાદ ફરી આ યોજના શરૂ કરવામાં આવી અને હવે આગામી માર્ચ 2022 સુધી ગરીબોને મફત અનાજ આપવામાં આવશે.
3) રેશનકાર્ડસાથે આધાર કાર્ડ ને લિંક કરો.
રેશનકાર્ડમાં ઘરના દરેક સભ્યના આધારકાર્ડ ફરજિયાતપણે લિંક કરાવવાની ઝૂંબેશ અન્ન પુરવઠા ખાતા દ્વારા હાથ ધરાઇ છે. જાન્યુઆરીથી આધારકાર્ડ લિંક નહી હોય તેવા સભ્યના ભાગનો અનાજનો પુરવઠો કાપી લેવા સુધીના પગલા લેવા સુધીની વિચારણા ગંભીરતાથી ચાલી રહી છે. રેશનકાર્ડને લગતી ગેરરીતિઓ અટકાવવા માટે આધારકાર્ડ લીંકની કામગીરી આરંભાઇ છે.
આ પણ વાંચો: 7th pay commission - કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર ફરી વધી શકે છે, અહીં જાણો - સંપૂર્ણ વિગતો
દેશના ઘણા રાજ્યોમાં રેશન દુકાનો પર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ પછી જ રેશનકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ માટે, રેશનકાર્ડ ધારકોએ તેના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે. આધારને રેશનકાર્ડ સાથે લિંક કર્યા બાદ ડુબ્લિકેટ રેશનકાર્ડ ન બનાવી શકાય.
4) રેશનકાર્ડ રદ થઈ શકે.
રેશનકાર્ડનાં PDSનાં અનાજ નિયમ અનુસાર જે રેશનકાર્ડ ધારકે છેલ્લાં 6 મહિનાથી અનાજ નથી લીધું કે નથી લેવા ગયા તેમનાં રેશનકાર્ડમાં અનાજ મળવાનું બંદ થઈ જશે. છેલ્લાં દિવસોમાં ઘણાં એવાં કેસો જોવા મળ્યા છે કે જેમના રેશનકાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે. સરકાર એવું ધારી લે છે કે એમને અનાજની જરૂર નથી અને પગલાં લે છે.
આ પણ વાંચો: BSNL એ તેના તમામ પ્લાનની યાદી રજૂ કરી, દરરોજ 2GB ડેટા મળશે અને માત્ર રૂ. 98માં, મળશે બમ્પર કોલિંગ સુવિધા
5) તમારું રેશનકાર્ડ કેવી રીતે અન બ્લોક કરી શકો?
જો તમારું રેશનકાર્ડ પણ બ્લોક થઈ ગયું છે તો તમારે ઝોનલ ઓફિસે જઈ ઈ વેરીફીકેશન કરાવવું પડશે. બ્લોક થયેલા કાર્ડની ઇ-વેરીફીકેશનની પ્રોસેસ કરાવી લેવાની રહેશે. અરજી કર્યા બાદ કાર્ડ ધારકોની ચકાસણીમાં રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામ, આધાર નંબર, બેંક ખાતા, મોબાઇલ નંબર, સહિતના દસ્તાવેજ મેળવીને લાગુ પડતી મામલતદાર કચેરીએ જઇને ઓનલાઇન ભલામણ કરવી પડશે. જિલ્લા પુરવઠા અધિકારીની મજૂરી મળ્યા બાદ તે રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર જથ્થાનું વિતરણ કરવામાં આવશે.