khissu

રાશનકાર્ડ માટે હવે નહિં જવું પડે સરકારી ઓફિસ, ઘરે બેઠા જ કરી શકશો અરજી, આ રહી તેની સરળ રીત

રેશનકાર્ડને દેશભરમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. રેશનકાર્ડની મદદથી લોકોને સરકાર તરફથી ઓછા ભાવે અનાજ મળે છે. આ સિવાય ઘણી સરકારી સુવિધાઓ માટે પણ રેશન કાર્ડ જરૂરી છે. આ ઉપરાંત, રેશનકાર્ડને ઓળખ કાર્ડ તરીકે પણ માન્ય ગણવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ઘરે બેઠા રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવી.

અરજી કરવાની રીત-
રેશન કાર્ડ માટે અરજી કરવા માટે, તમે તમારા રાજ્યના ફૂડ પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

> જો તમે ઉત્તર પ્રદેશમાં રહો છો તો તમારે https://fcs.up.gov.in/FoodPortal.aspx વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
> પોર્ટલ પર જઈને તમે Apply for Online Ration Card પર ક્લિક કરો.
> અહીં તમે તમારી વિગતો ભરો.
> તે પછી તમારે એપ્લિકેશન ફી સબમિટ કરવાની રહેશે. તે પછી તમારે 'સબમિટ'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
> આ પછી સરકારી અધિકારીઓ તમારી યોગ્યતા તપાસશે.
> જો તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સાચી હોય, તો રેશન કાર્ડ તમને રજિસ્ટર્ડ સરનામાં પર મોકલવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો  
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પરિવારના વડાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આવકનું પ્રમાણપત્ર
- ગેસ કનેક્શન વિગતો
- જાતિ પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
- મોબાઇલ નંબર

કેટલી થશે ફી 
કોઈપણ રાજ્યમાં રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા પર, તમારે વિવિધ શ્રેણીઓના આધારે ફી જમા કરવી પડશે. કેટેગરીના આધારે, તે 5 થી 45 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.