khissu

આજે લાલપુરમાં રેકોર્ડ બ્રેક કપાસનાં ભાવ:1650 રૂપિયા / જાણો તમામ જિલ્લાનાં કપાસનાં ભાવો

નમસ્કાર ખેડૂત ભાઈઓ,

દેશમાં કપાસની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બુધવારે ફરી એક લાખ ગાંસડી કરતાં ઓછી ૯૪ થી ૯૭ હજાર ગાંસડી એટલે કે ૨૩ લાખ મણની આસપાસ આવક રહી હતી. આંધ્રપ્રદેશ-કર્ણાટકની આવક માત્ર નામ પુરતી જ રહી છે. કડીમાં બુધવારે મહારાષ્ટ્રની 100 ગાડી, આંધ્રની 8-10 ગાડી અને કર્ણાટકની 7-8 ગાડી અને કાઠિયાવાડમાં 200 ગાડીની આવક થઈ હતી. કપાસના ભાવ મહારાષ્ટ્માં રૂ.1150 થી 1230, આંધ્રપ્રદેશ માં રૂ.1170 થી 1235, કર્ણાટકના રૂ.1140 થી 1250 અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1120 થી 1250 સુધી એવરેજ ભાવ બોલાય હતા. જેમાંથી કડી માર્કેટ યાર્ડમાં સોમવારે કપાસના ભાવ સારા રહ્યા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં બુધવારે આવક વધીને 1.25 લાખ મણની હતી અને કપાસના ભાવ નીચામાં નીચો રૂ.1050 થી 1070 અને ઊંચામાં ઊંચો રૂ.1240 થી 1265 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટી વાળા કપાસના ભાવમાં રૂ.10 થી 15 સુધર્યા હતા. નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.5 સુધર્યા હતા. જીન પહોંચ કપાસમાં બેસ્ટ સુપર કવોલીટી એટલે કે 35 ઉપરના ઉતારા અને 10 ટકા નીચે હવા ધરાવતાં કપાસના ભાવ રૂ.1225 થી 1250 બોલાતા હતા. એવરેજ સુપર કવોલીટીના રૂ.1200 થી 1250, મિડિયમ કવોલીટીના રૂ.1180 થી 1185 ભાવ બોલાયા હતા. 

કાલ ની વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં કપાસનો સૌથી વધુ ભાવ ગઢડામાં 1351 જોવા મળ્યો હતો અને બીજી ઘણી બજારોમાં કપાસ ભાવ સારા એવા જોવા મળ્યા હતા. પરંતુ હાલ ખેડૂતો પાસે કપાસની આવક એકદમ ખૂટી ગઈ છે. અત્યારે વેપારીઓ અને સંગ્રહ ખોરીને ફાયદો થઈ રહ્યો છે.

હવે જાણી લઈએ આજનાં (૧૮/૦૨/૨૦૨૧, ગુરુવારનાં ) ભાવો: 
રાજકોટ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1250
અમરેલી :- નીચો ભાવ 892 ઉંચો ભાવ 1274
સાવરકુંડલા :- નીચો ભાવ 953 ઉંચો ભાવ 1235
જસદણ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260
બોટાદ  :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1302
મહુવા :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1217
ગોંડલ  :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1246
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1241
જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1230
ભાવનગર  :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1243
જામનગર  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1207
બાબરા   :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1308
જેતપુર :- નીચો ભાવ 1071 ઉંચો ભાવ 1245
વાંકાનેર  :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1240
મોરબી :- નીચો ભાવ 1075 ઉંચો ભાવ 1271
હળવદ  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1234
‌વિસાવદર :- નીચો ભાવ 951 ઉંચો ભાવ 1153
તળાજા  :- નીચો ભાવ 925 ઉંચો ભાવ 1221
ઉપલેટા   :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1210
માણાવદર :- નીચો ભાવ 750 ઉંચો ભાવ 1257
ધોરાજી  :- નીચો ભાવ 996 ઉંચો ભાવ 1221
‌વિછીયા  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300
ભેંસાણ   :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1234
લાલપુર  :- નીચો ભાવ 1042 ઉંચો ભાવ 1650
ખંભાળિયા  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1150
ધ્રોલ  :- નીચો ભાવ 1018 ઉંચો ભાવ 1217
પાલીતાણા  :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1220
હારીજ  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1260
ધનસૂરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1185
‌વિસનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1292
‌વિજાપુર  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1292
કુકરવાડા   :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1276
ગોજારીયા  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1251
‌હિંમતનગર  :- નીચો ભાવ 1111 ઉંચો ભાવ 1280
માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1277
કડી  :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1293
પાટણ :- નીચો ભાવ 1081 ઉંચો ભાવ 1301
થરા   :- નીચો ભાવ 1109 ઉંચો ભાવ 1261
તલોદ  :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1231
સિધ્ધપુર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1306
ડોળાસા  :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1145
‌ટિંટોઇ :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1150
દીયોદર  :- નીચો ભાવ 990 ઉંચો ભાવ 1160
બેચરાજી  :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1180
ગઢડા  :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1271
ઢસા  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1240
કપડવંજ  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 950
ધંધુકા  :- નીચો ભાવ 1128 ઉંચો ભાવ 1220
વીરમગામ  :- નીચો ભાવ 984 ઉંચો ભાવ 1161
જાદર  :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1160
ચાણસ્માં :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1129
ખેડબ્રહ્મા  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1100
ઉનાવા  :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1285
શિહોરી  :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1138
લાખાણી  :- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1190
ઇકબાલગઢ  :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1203
સતલાસણા  :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1198
આંબ‌લિયાસણ  :- નીચો ભાવ 970 ઉંચો ભાવ 1181