Top Stories
khissu

EPFOની આ યોજનામાં નોંધણી કરાવો અને મેળવો રોજગારીની શ્રેષ્ઠ તક

શું તમે નોકરીની શોધમાં છો? તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. હવે બેરોજગારી કરો દૂર એ પણ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સાથે, જી હાઁ, દોસ્તો EPFO યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) લાવી છે. જે યોજના હેઠળ દેશના યુવાનોને સરળતાથી નોકરી મેળવવાની તક આપવામાં આવી રહી છે.

EPFOએ કહ્યું, 'રોજગારની શોધમાં રહેલા યુવાનો ABRY હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. તેની છેલ્લી તારીખ હવે 31 માર્ચ, 2022 છે. તેના દ્વારા સરકાર કંપનીમાં નિયુક્ત થયેલા કર્મચારીઓના પીએફની ચૂકવણી કરશે. એટલું જ નહીં, કંપની વતી પીએફમાં જતી રકમ પણ સરકાર જ ચૂકવશે.

ABRY યોજના
ABRY યોજના હેઠળ, સરકાર કર્મચારી અને એમ્પ્લોયરનો હિસ્સો પ્રોવિડન્ટ ફંડ (PF)માં 2 વર્ષ માટે જમા કરશે. તેનાથી કંપનીઓને વધુ સંખ્યામાં નોકરીઓ આપવા માટે પણ પ્રોત્સાહન મળશે. તમને જણાવી દઈએ કે નોકરી મળ્યા પછી 24 મહિના સુધી આ સ્કીમનો લાભ મેળવી શકાય છે. આમાં સરકાર કર્મચારીઓના પગારના 24 ટકા યોગદાન આપશે. એટલે કે, 12 ટકા કર્મચારી અને 12 ટકા એમ્પ્લોયર તરફથી ફાળો આપવામાં આવશે.

આ યોજનાનો લાભ કોને મળશે
- ABRY યોજનાનો લાભ એવા કર્મચારીઓને આપવામાં આવશે જેમનો પગાર 15 હજાર રૂપિયા પ્રતિ માસથી ઓછો હશે.
- જ્યારે કર્મચારીનો પગાર માસિક 15 હજારની મર્યાદાને વટાવી જશે તો તેના પીએફ ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવતો ફાળો બંધ થઈ જશે.
- આ સિવાય જે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 1000થી વધુ હશે તેને પણ સ્કીમનો લાભ આપવામાં આવશે નહીં.

72 લાખ કર્મચારીઓને લાભ મળશે
આ અંગે માહિતી આપતા કર્મચારી મંત્રાલયે કહ્યું કે આ યોજના દ્વારા લગભગ 71.8 લાખ નવા કર્મચારીઓને ફાયદો થવાની આશા છે. આ યોજના હેઠળ, જે કર્મચારીઓ 31 માર્ચ, 2022 સુધીમાં EPFO સાથે નોંધણી કરાવશે, તેમને આગામી બે વર્ષ માટે સરકાર દ્વારા PF યોગદાનનો લાભ આપવામાં આવશે. આ યોજના એવી કંપનીઓ માટે લાગુ થશે, જેમણે ઓક્ટોબર, 2020 પહેલા EPFO સાથે નોંધણી કરાવી હોય.