khissu

નવા વર્ષે Jio યૂઝર્સની બલ્લે બલ્લે, ફક્ત એક રિચાર્ઝ પર મળશે 500GBથી વધુ ડેટા

નવુ વર્ષ શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી છે. આવા સમયે રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે એક ધાંસૂ ઓફર આપી છે. નવા વર્ષે રિલાયન્સ જિયોએ તેના 2,545 પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં મહત્વના ફેરફારો કર્યા છે. નોંધનિય છે કે, જિયોનો વાર્ષિક પ્રીપેડ પ્લાન જે પહેલા 336 દિવસની વેલિડિટી સાથે આવતો હતો તે હવે વધારાના 29 દિવસ માટે માન્ય રહેશે. એટલે કે Jio યુઝર્સ હવે આ પ્લાનનો 365 દિવસ માટે ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત રિલાયન્સ જિયોની આ ઓફર મર્યાદિત સમય માટે છે. તમને જણાવી દઈએ કે, Reliance Jioના વર્તમાન અને નવા બંને ગ્રાહકો 2 જાન્યુઆરી સુધી આ મેગા ઑફરનો લાભ લઈ શકે છે. નોંધનિય છે કે, રિલાયન્સ જિયોના 2545 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ઈન્ટરનેટ વપરાશ માટે દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, એટલે કે આ રીતે હલે જિયોના ગ્રાહકો કુલ 504 GB ડેટાનો લાભ લઈ શકે છે.

આ ઉપરાંત જો વેલિડિટી વિશે વાત કરીએ તો Jioનો આ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. પરંતુ રિલાયન્સ જિયોએ નવા વર્ષ પહેલા ગ્રાહકોને સરપ્રાઈઝ આપવા આ પ્લાનની વેલિડિટી વધારીને 365 દિવસ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ પ્લાન મર્યાદિત સમયગાળા માટે જ ઉપલબ્ધ છે. Jioની વેબસાઇટ અનુસાર, આ ઑફર 2 જાન્યુઆરી, 2022ના રોજ સમાપ્ત થઈ જશે. તેથી તમારે વહેલી તકે તેનો લાભ લઈ લેવો.

તો બીજી તરફ આપણે અન્ય લાભો વિશે વાત કરીએ તો, તે દરરોજ 100 SMS તેમજ તમામ નેટવર્ક્સ પર વાતચીત કરવા માટે અમર્યાદિત કૉલિંગ સુવિધા પણ આપવામાં આવે છે. એટલે કે, તમે વિના સંકોચે કલાકો સુધી કોઈપણ સાથે વાત કરી શકો છો. આ ઉપરાંત આ પ્લાનમાં Jio એપ્સનું સબસ્ક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. આમ જીયોએ નવા વર્ષની શરૂઆતમાં તેમના ગ્રાહકોને અનોખી ભેટ આપી છે.