khissu

કપાસિયા અને ખોળનાં ભાવ વધતા મગફળીના ભાવમાં તેજીનો માહોલ: ભાવો જાણી વેંચાણ કરો

સીંગદાણા અને સીંગતેલના ભાવ મજબૂત હોવાને કારણે તેની સીધી અસર મગફળી ના ભાવો પર પડી રહી છે. મગફળીની લે વેચ ઓછી હોવાથી ભાવમાં સરેરાશ વધારો થઈ રહ્યો છે. મગફળીનાં ભાવમાં 10 થી 20 રૂપિયાનો વધારો થયો હતો. આવતા દિવસોમાં સીંગદાણામાં કેવા વેપાર થાય છે તેના પર બજારનો આધાર રહેલો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે બિયારણ ટાઇપ ની મગફળીનાં ભાવ  1400 રૂપિયા જોવા મળ્યા હતા.

નાફેડની મગફળીની ખરીદી વધે તેવા કોઈ સંજોગો નથી અને નાફેડ સસ્તા ભાવથી વેચાણ કરે તેવું પણ બનશે નહીં. નાફેડનાં ઊંચા ભાવથી હાલ બજારમાં તેજીનો દોર જળવાઈ રહ્યો છે. 

રાજકોટમાં મગફળીની 10 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ટીજે-37માં રૂ. 1050 થી 1170, 24 નંબર, રોહીણી, મઠડીમાં રૂ. 1050 થી 1220, 39 નંબર બોલ્ડમાં રૂ. 1000 થી 1220, જી-20માં રૂ. 1150થી 1330, 66નંબરમાં રૂ. 950 થી 1180 અને 99 નંબરમાં રૂ. 1200 થી 1248 નાં ભાવ હતાં. સરેરાશ મણે રૂ. 10 થી 15 વધ્યા હતાં.

ગોંડલમાં મગફળીની 20 હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ જી-20 નાં ભાવ રૂ. 1180 થી 1400, રોહીણી-24 નંબરમાં રૂ. 1100 થી 1250 અને 37 નંબરમાં રૂ. 1000 થી 1200 નાં ભાવ હતાં. બિયારણ ટાઈપની મગફળીમાં રૂ. 1400 સુધીનાં ભાવ હતાં.

જામગરનાં આજે યાર્ડ ખુલતા 1800 ગુણીની આવક થઈ હતી અને ભાવ જીણીમાં રૂ.1000 થી 1285 અને જાડીમાં રૂ. 1055 થી 1355 સુધીનાં ભાવ હતાં. સરેરાશ સારી ક્વોલિટીમાં રૂ. 10 થી 20 નો સુધારો જોવા મળ્યો હતો.

આજના મગફળીનાં બજાર ભાવોની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ 1376 બોલાયો હતો અને ઘણી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવો 1300+ બોલાયો હતો.
હવે જાણી લઈએ જાડી મગફળી અને ઝીણી મગફળીનાં ભાવો નીચે મુજબ રહ્યા હતા.

જાડી મગફળીના ભાવી નીચે મુજબ રહ્યા હતા.

રાજકોટ :- નીચો ભાવ 1009 ઉંચો ભાવ 1360
અમરેલી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300
સાવરકુંડલા :- નીચો ભાવ 882 ઉંચો ભાવ 1275
જેતપુર :- નીચો ભાવ 861 ઉંચો ભાવ 1356
પોરબંદર :- નીચો ભાવ 1105 ઉંચો ભાવ 1215
વિસાવદર :- નીચો ભાવ 919 ઉંચો ભાવ 1331
મહુવા :- નીચો ભાવ 1175 ઉંચો ભાવ 1346
ગોંડલ :- નીચો ભાવ 830 ઉંચો ભાવ 1376
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1272
જુનાગઢ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1252
જામજોધપુર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1290
માણાવદર :- નીચો ભાવ 1305 ઉંચો ભાવ 1310
તળાજા :- નીચો ભાવ 1056 ઉંચો ભાવ 1299
જામનગર :- નીચો ભાવ 1055 ઉંચો ભાવ 1355
દાહોદ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1100

ઝીણી મગફળીનાં ભાવો નીચે મુજબ રહ્યા હતા.

રાજકોટ :- નીચો ભાવ 911 ઉંચો ભાવ 1240
અમરેલી :- નીચો ભાવ 1199 ઉંચો ભાવ 1200
કોડીનાર :- નીચો ભાવ 981 ઉંચો ભાવ 1307
જસદણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1306
મહુવા :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1315
ગોંડલ :- નીચો ભાવ 925 ઉંચો ભાવ 1351
કાલાવડ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1300
જુનાગઢ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1140
જામજોધપુર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1275
ઉપલેટા :- નીચો ભાવ 925 ઉંચો ભાવ 1198
ધોરાજી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1221
વાંકાનેર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1271
જેતપુર :- નીચો ભાવ 875 ઉંચો ભાવ 1271
તળાજા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1252
રાજુલા :- નીચો ભાવ 1171 ઉંચો ભાવ 1201
મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1160
જામનગર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1285
બાબરા :- નીચો ભાવ 1055 ઉંચો ભાવ 1145
બોટાદ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 911
ખંભાળિયા :- નીચો ભાવ 825 ઉંચો ભાવ 1205
લાલપુર :- નીચો ભાવ 955 ઉંચો ભાવ 1151
ધ્રોલ :- નીચો ભાવ 905 ઉંચો ભાવ 1240