khissu

ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો : સીંગતેલ, કપાસિયા તેલના ભાવમાં સતત વધારો

રાજ્યમાં જેવીરીતે પેટ્રોલના ભાવમાં દિવસે ને દિવસે વધારો જોવા મળે છે તેવી જ રીતે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં દિવસે ને દિવસે મોટો વધારો જોવા મળ્યો છે. સામાન્ય માણસ ગમે તેમ કરીને બિનજરૂરી વસ્તુઓ તો ટાળી શકે છે પણ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તેને કેવી રીતે ટાળી શકે. એક સામાન્ય વર્ગના માણસ પર તેના પરિવારને સાચવવાની જવાબદારી હોય છે એવામાં જીવનજરૂરિયાતની જ વસ્તુઓ આટલી મોંઘી થતી જાય ત્યારે કોઈપણ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે.

તમે પણ સીંગતેલ કે કપાસિયા તેલ ખરીદતા પહેલા ૩ વાર વિચાર તો કરતા જ હશો હે ને ! પુરવઠા વિભાગની નિષ્ક્રિયતા અને ઓઇલ મિલરો બેફામ બનતા તેલના ભાવ ટોચ પર પહોંચ્યા છે. 

હાલ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. હાલ વધતાં જતાં ભાવો ક્યારે બ્રેક મારશે કોઈ નથી જાણતું. પેટ્રોલ-ડિઝલ પછી હવે ખાદ્યતેલોએ લોકોનું કચુંબર બનાવવાનું શરૂ કરી દિધું છે.

સીંગતેલ અને કપસીયા તેલમાં ભાવ વધ્યા : હાલ સિંગતેલના ડબ્બાના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો જ્યારે કપાસિયા તેલમાં ૪૫ રૂપિયાનો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત સનફ્લાવર તેલમાં બે દિવસમાં ૪૫ રૂપિયાનો વધારો જોવા મળ્ય જયારે પામ તેલમાં ૧૦ રૂપિયાનો વધારો થયો.

અગાઉના વર્ષે ખાદ્ય તેલમાં રહેલો ભાવ : જોકે અગાઉના વર્ષની વાત કરીએ તો ૨૦૨૦માં જાન્યુઆરી માસમાં સીંગતેલનો ભાવ ૧૫૫૫ રૂપિયા, ફેબ્રુઆરીમાં ૧૫૭૩ રૂપિયા, માર્ચમાં ૧૬૯૯ રૂપિયા, એપ્રિલમાં ૧૯૨૩ રૂપિયા, મેં મહિનામાં ૨૦૩૮ રૂપિયા, જૂન મહિનામાં ૨૦૭૯ રૂપિયા, જુલાઈમાં ૨૦૭૮, ઓગસ્ટમાં ૨૦૮૫, સપ્ટેમ્બરમાં ૨૦૮૧, ઓક્ટોબરમાં ૨૦૭૭, નવેમ્બરમાં ૨૧૦૯ અને ડિસેમ્બરમાં ૨૧૭૧ રૂપિયા ભાવ જોવા મળ્યો હતો.

અમદાવાદ તેલીબિયાં બજારના ભાવ : અમદાવાદ તેલીબિયાં બજારનાં ભાવ જોઈએ તો તેમાં દરેક પ્રકારનાં ખાદ્યતેલમાં વધારો જોવા મળ્યો છે. જે વધારા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૬૦૦ રૂપિયા થી વધીને ૨૬૨૦ રૂપિયા થયો. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૧૦૦થી વધીને ૨૧૫૦ રૂપિયા થઈ ગયો.

મુંબઈ તેલીબિયાં બજારના ભાવ : દેશની આર્થિક રાજધાની ગણાતાં મુંબઈમાં ૧૦ કિલો સિંગતેલના ભાવ ૧૫૪૦ રૂપિયાથી વધીને ૧૫૫૦ રૂપિયા થયો જ્યારે કપાસિયા તેલના ભાવ ૧૩૦૦ રૂપિયાથી વધીને ૧૩૦૫ રૂપિયા થયાં. આ ઉપરાંત સનફ્લાવરના ૧૭૭૦ રૂપિયા, મસ્ટર્ડના ૧૨૨૫ રૂપિયા અને આયાતી પામતેલના ૧૨૩૫ રૂપિયા રહ્યાં.