Top Stories
khissu

રોલ્સ રોયસ, લેમ્બોર્ગિની અને BMW જેવી કારો સાવ સસ્તામાં લેવાનો મોકો, આવકવેરા વિભાગે કરી મોટી હરાજી

Income Tax Departent: આવકવેરા વિભાગે લક્ઝરી કારોની હરાજી કરીને તેના પૈસા વસૂલવાનો નિર્ણય લીધો છે. આ હરાજીમાં રોલ્સ રોયસ, લેમ્બોર્ગિની, જગુઆર અને BMW જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે. 

હરાજીની શરૂઆતની કિંમત 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખર, જેનું નામ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સાથે જોડાયેલું હતું, તેના પર કરોડો રૂપિયાનો ટેક્સ બાકી છે. સુકેશ હાલમાં દિલ્હીની જેલમાં બંધ છે અને તેની પાસેથી ટેક્સ વસૂલવા માટે વિભાગે સુકેશની લગભગ એક ડઝન લક્ઝરી કારની હરાજી કરવાની યોજના બનાવી છે. હરાજી 28 નવેમ્બર 2023થી શરૂ થશે.

એક અહેવાલ મુજબ સુકેશ પર આવકવેરા વિભાગના લગભગ 308 કરોડ રૂપિયા દેવાના છે. તેને રિકવર કરવા માટે સુકેશની માલિકીની 12 લક્ઝરી કારની હરાજી કરવામાં આવી રહી છે. આ કારોની યાદીમાં Rolls Royce, Toyota Fortuner, Lamborghini, BMW M5, Bentley, Range Rover, Jaguar, Inova Crysta, Nissan Teana, Porsche, Toyota Land Cruiser Prado અને Ducatiની ડેવલપમેન્ટ બાઇકની હરાજી કરવામાં આવી રહી છે. આ તમામ કાર 2018થી અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી છે.

કિંમત કેટલી ?

જો હરાજીમાં સામેલ કારની કિંમતની વાત કરીએ તો નિસાન ટીનાની શરૂઆતની કિંમત એટલે કે બેઝ પ્રાઇસ 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે રોલ્સ રોયસની રિઝર્વ પ્રાઇસ 1.74 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. સુકેશ છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગના રડાર પર છે અને તેની સામે તપાસ ચાલી રહી છે. સુકેશ પર છેતરપિંડી અને ટેક્સ ચોરી જેવા આરોપો છે.

અગાઉ પણ કારની હરાજી કરવામાં આવી હતી

એવું નથી કે સુકેશની કારની પહેલીવાર હરાજી કરવામાં આવી છે, પરંતુ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ મની લોન્ડરિંગ કેસમાં સુકેશ પર કડક કાર્યવાહી કરી હતી અને તેની લક્ઝરી કારોની હરાજી કરીને પૈસા વસૂલ કર્યા હતા. આવકવેરા વિભાગે કહ્યું છે કે કારની હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક લોકો આવીને વાહનોનું નિરીક્ષણ કરી શકે છે. 28 નવેમ્બરે હરાજી થવાની છે.