khissu

IPL 13 માં રોમાંચ ચરમ પર, દિલધડક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સુપર ઓવરમાં મુંબઇ ઇન્ડિયન ને હરાવ્યું

Ipl 2020 માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલ મેચમાં રોમાંચકતા બધા રેકોર્ડ તૂટી ગયા હતા. પહેલા બેટિંગ કરતા બેંગલોરે ત્રણ વિકેટે 201 રન બનાવ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે મુંબઇ ઇન્ડિયન્સ ના હાથમાંથી મેચ જતી રહી છે. પરંતુ છેલ્લી ચાર ઓવરમાં 90 રન બનાવીને મેચને ટાઇ કરાવી હતી. પરંતુ સુપર ઓવરમાં બેંગ્લોર વિજેતા બન્યું હતું.

મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેંગ્લોરને બેટિંગ કરવાની ફરજ પાડી હતી. બેંગ્લોર તરફથી devdutt padikkal અને એરોન ફિન્ચ એ સારી શરૂઆત કરતા ઓપનિંગ વિકેટ માટે 84 રન જોડ્યા હતા. બંને ઓપનિંગ બેસ્ટ મેન અડધી સદી મારી ને બોલ્ટના શિકાર બન્યા હતા. 

ત્યારબાદ કોહલી પણ સસ્તામાં આઉટ થઇ ગયો હતો. પરંતુ a b de villiers અને shivam dubey ની આક્રમક બેટિંગના કારણે બેંગ્લોર 20 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા. 

202 રન નો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે શરૂઆતી ત્રણ વિકેટ ફક્ત 39 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. સૌરભ તિવારી ના સ્થાને ટીમમાં સામેલ કરાયેલ ઈશાન કિશનને, ipl 2020 ની પોતાની પહેલી જ મેચમાં ધૂઆંધાર બેટિંગ કરતાં 99 રન બનાવ્યા હતા. કમનસીબે તે એક જ રનથી શતક ચૂકી ગયો હતો. ઇશાન કિશન અને kieron pollard એ છેલ્લા 24 બોલ મા 90 રન બનાવતા મેચ રોમાંચક રીતે ટાઇ થઇ હતી.

સુપર ઓવરમાં નવદીપ સૈની ની શાનદાર બોલિંગના કારણે મુંબઈ સાત રન જ બનાવી શકી હતી. જવાબમાં a b de villiers અને વિરાટ કોહલી એ મળીને બેંગલોરને સુપર ઓવરમાં વિજય અપાવ્યો હતો. આ ipl 13 માં મુંબઇ ઇન્ડિયન્સની પહેલી હાર છે. જીત સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગયું છે. જ્યારે મુંબઈની ટીમ પાંચમા સ્થાન પર ધકેલાઇ ગઇ છે. આ રસાકસી વાળી મેચમાં તમારી ફેવરિટ મોમેન્ટ કઈ હતી? તમારા મત અનુસાર કઈ ઘટના ટર્નિંગ પોઇન્ટ બની? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.