યુએઈ માં રમાયેલ રહેલી IPL 2020 માં કોહલીની ટીમ બેંગલોર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. આજે રમાયેલી મેચમાં બેંગલોર એ કોલકાતા ની ટીમ ને 82 રન નાં મોટા માર્જિનથી હરાવીને IPL 2020 ની પહેલી બેટિંગ કરી ને સૌથી મોટી જીત મેળવી છે.
શારજાહ ની ધીમી પિચ પર વિરાટ કોહલી એ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. આ ફેંસલો ટીમ નાં બેસ્ટ મેનો એ સાચો સાબિત કરી ને, 20 ઓવર માં 194 રન ખડકી દીધા હતા.
ઓપનર બેસ્ટ મેનો એ ઇનિંગ્સની સારી શરૂઆત કરી હતી. ફિન્ચ અને padikaal એ પહેલી વિકેટ માટે 67 જોડીયા હતા. પછી બેટિંગ કરવા ઉતરેલા ડી વિલિયર્સે નાનુ ગ્રાઉન્ડ અને પોતાના અનુભવનો ભરપૂર ફાયદો ઉઠાવતા 73 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેમાં તેણે 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.
195 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમ માં shubman gill, આન્દ્રે રસેલ અને રાહુલ ત્રિપાઠી ને બાદ કરતા બીજો કોઈ પણ બેસ્ટ મેન 10 રન પણ કરી શક્યો નહીં. પહેલી પાંચ વિકેટ માત્ર 64 રન પર પડી જતા, 20 ઓરમાન કોલકાતા 9 વિકેટના નુકસાન પર 112 રન જ બનાવી શક્યું.
બેંગ્લોર ના બધા જ બોલેરો એ ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું. જેમાં બંને સ્પિનરો સુંદર અને યજુવેન્દ્ર ચહલ એ મળીને 8 ઓવર માં માત્ર 32 રન આપીને 3 વિકેટ લઈને કોલકાતાની કમર જ તોડી નાખી હતી.
આ જીત સાથે બેંગલોરની ટીમ ipl 2020 માં કુલ 7 મેચમાં થી પાંચ મેચ જીતી ચૂકી છે. જીત સાથે જ પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન માટે ની લડાઈ ઓર રોમાંચક થઈ ગઈ છે. પોઇન્ટ ટેબલમાં ત્રણ ટીમના ૧૦ પોઇન્ટ છે. પરંતુ બેંગલોરની ટીમ નેટ રન રેટના કારણે ત્રીજા સ્થાન પર છે. ટોપ ટીમોના સારા પ્રદર્શનના કારણે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન માટે ની લડાઈ જોવા જેવી થશે.