Top Stories
khissu

17 કરોડ રૂપિયાનો એક ડોઝ... વિશ્વની સૌથી મોંઘી દવા, જાણો ક્યા રોગની સારવાર માટે વાપરવામાં આવે

Zolgensma: દુનિયાની સૌથી મોંઘી દવા Zolgensma ઈન્જેક્શન ફરી એકવાર સમાચારમાં છે. આ એક વખતની જીન થેરાપી છે જેનો ઉપયોગ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) થી પીડિત બાળકોની સારવાર માટે થાય છે. જો કે ભારતમાં તેને મંજૂરી નથી, પરંતુ ડૉક્ટરની સલાહ અને સરકારની મંજૂરી પછી તેને આયાત કરી શકાય છે.

આ દુનિયાની સૌથી મોંઘી દવા છે. ભારતમાં એક ડોઝની કિંમત 17 કરોડ રૂપિયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ બીમારીથી પીડિત 15 વર્ષના બાળકની સારવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. આ કારણે આ દવા ફરી એકવાર હેડલાઇન્સમાં છે.

54,000 રૂપિયામાં એક તોલું, સીધી 7000 રૂપિયાની બચત! આ ખાસ રીત જાણી થઈ જાઓ માલામાલ

Zolgensma સ્વિસ કંપની નોવાર્ટિસ દ્વારા વિકસાવવામાં આવી છે. આ દુર્લભ આનુવંશિક રોગનો ઉપયોગ SMA ની સારવાર માટે થાય છે. SMA એ જીવલેણ, ચેતાસ્નાયુ અને પ્રગતિશીલ આનુવંશિક રોગ છે. તે ખાસ કરીને મગજ અને કરોડરજ્જુના ચેતા કોષોને નુકસાન પહોંચાડે છે. એક અંદાજ મુજબ અમેરિકામાં 10,000 થી 25,000 બાળકો અને પુખ્ત વયના લોકો આ રોગથી પીડિત છે.

10થી 15 નવેમ્બર સુધી બેંકોમાં તાળા લાગેલા રહેશે, સતત 6 દિવસ બેંકો બંધ રહેશે, જોઈ લો યાદી

નિષ્ણાતો કહે છે કે બહુ ઓછા દર્દીઓ દવા ખરીદી શકતા હોય છે, તેથી તેની કિંમત ઘણી વધારે રહે છે. વિશ્વમાં એસએમએની સારવાર માટે માત્ર ત્રણ દવાઓને મંજૂરી આપવામાં આવી છે. આ બનાવતી કંપનીઓ બાયોજેન, નોવાર્ટિસ અને રોશે છે.

તહેવારોની સિઝનમાં સરકારી બેંકોએ પટારો ખોલ્યો, હોમ અને કાર લોન પર ધમાકેદાર ઓફર, લાભ લેવા જેવું ખરું

દિલ્હીની રેઈનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલના વિઝીટીંગ કન્સલ્ટન્ટ વિભુ ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારતમાં Zolgensma ની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે આ દવાનું બજાર ઘણું નાનું છે અને આ દવા ઘણી અસરકારક છે. આ કારણે તેની કિંમત ઘણી વધારે છે. તેની ભારે કિંમત હોવા છતાં, નિષ્ણાતો માને છે કે તે SMA સારવાર અને સંભાળની કિંમતને ઘણી હદ સુધી સરભર કરી શકે છે.

તમારી પત્ની સાથે પોસ્ટ ઓફિસમાં આ ખાતું ખોલો, તમે દર મહિને વિશ્વાસ ન થાય એવી બમ્પર કમાણી કરશો

નોવાર્ટિસની વેબસાઇટ અનુસાર, આ દવાને 45 દેશોમાં મંજૂરી આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં વિશ્વભરમાં 2,500 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેણે 36 દેશોમાં લગભગ 300 બાળકોને ફ્રી જીન થેરાપી આપી છે.