khissu

રૂપાણી સરકારનો મોટો નિર્ણય, જાણો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે શું આવ્યા રાહતના સમાચાર?

આજે જુલાઇ મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે રવિવારથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં તમારા પગારને લગતા ખાસ નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જૂન મહિનાની અંદર મોનીટરી પોલિસી કમિટીની બેઠકમાં જાહેરાત કરી હતી કે NACH સિસ્ટમ અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક કામ કરશે. જેના લીધે હવેથી શનિવાર અને રવિવારે બેંક બંધ હશે તો પણ તમને તમારો પગાર મળશે.

NACH ની મદદથી કર્મચારીઓ નો પગાર બેંકના એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે. NACH ને NPCI દ્વાર ચલાવવામાં આવે છે. જેની મદદથી બલ્ક પેમેન્ટ કરવામાં આવે છે. એટલે કે પગાર ચૂકવવા, શેર ધારકોને ડિવિડન્ડ આપવા, વ્યાજ ચૂકવવું વગેરે કામ આ સિસ્ટમની મદદથી કરવામાં આવે છે. તે સિવાય વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે જેવા બિલ ચૂકવાય છે.

NACH શુ છે? 
NACH ને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ કહેવાય છે. જેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરે છે. સૂત્રોનું કહેવું છે કે ઇલેક્ટ્રિક ક્લીયરિંગ સિસ્ટમ કરતા NACH સારી સિસ્ટમ છે.

NACH ની સિસ્ટમ બે રીતે કામ કરે છે:- NPCI ની વેબસાઇટ પર આપેલ જાણકારી મુજબ આ સિસ્ટમ બે રીતે કામ કરે છે. એક NACH Debit અને બીજી NACH Credit. NACH Debit નો ઉપયોગ મોટાભાગે ટેલિફોન બિલ, મૂચ્યુલ ફંડમાં SIP અને લાઇટ બિલ ચૂકવવા માટે થાય છે. જ્યારે NACH Credit નો ઉપયોગ પગાર ચૂકવવા, ડીવીડન્ડ આપવા માટે થાય છે.

સાથોસાથ ગુજરાત સરકારે સરકારી પેન્શનરો અને કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 9 લાખ 61હજારથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ને ઓકટોબર 2019 થી ડિસેમ્બર 2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાનાં એરિયર્સ ની ચુકવણી બાકી હતી. તે રકમ ઓગસ્ટ મહિનાના પગાર સાથે ચૂકવવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે.