khissu

તલના ભાવમાં તેજી કે મંદી? આગળ જતાં કેવા રહેશે તલના ભાવ? ભાવ જાણી વેચાણ કરો

તલ માર્કેટમાં ઘરાકીના અભાવે નરમાઇનો દૌર આગળ વધ્યો હતો, ગઈ કાલે પ્રતિ મણે સફેદ તલના ભાવમાં રૂ. 10 ઘટ્યા હતા, તો કાળા તલમાં એવરેજ રૂ. 50નું ગાબડુ પડ્યું હતું. અગ્રણી બ્રોકરો કહે છે કે, તલ બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. નવા તલની આવકોનું પ્રેશર વધી રહ્યું છે, ત્યારે ખરીદીમાં નિરૂત્સાહી વલણ જોવા મળી રહ્યું છે. 

તાજેતરમાં તલમાં તેજી આવી હતી તે પણ વધુ એક વખત હંગામી તેજી સાબિત થઇ હતી. વરસાદ બાદ ઉઘાડ નીકળતા ગામડાઓમાંથી નવા તલની આવકો વેગ પકડી રહી છે. પીઠાઓમાં સફેદ તલની 5000 અને કાળા તલની 1000 બોરીની આવક હતી. સફેદ તલમાં સરેરાશ ભાવ રૂ. 10ના ઘટાડા સાથે ભાવ રૂ. 1950 થી 2060 તેમજ કાળા તલમાં રૂ. 50ના ઘટાડા સાથે રૂ. 2150 થી 2550ના ભાવે કામકાજ થયા હતા. 

બોટાદ સ્થિત અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે, તલ બજારમાં કોઇ ખાસ મુવમેન્ટ નથી. બોટાદ પંથકમાં સફેદ તલની 200 બોરી અને કાળા તલની 300 બોરીની આવકે ભાવ અનુક્રમે રૂ. 1800 થી 2000 અને રૂ. 2100 થી 2650ના મથાળે અથડાયા હતા. 

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરો કહે છે કે, આજે સફેદ અને કાળા તલમાં રૂ. 20નો ભાવ ઘટાડો હતો. પ્રતિ એક કિલો ડિલિવરીના ભાવ એક રૂપિયો ઠંડા હતા. તલ બજારમાં નીચામાં માગ છે, જ્યારે ઊંચામાં ડિમાન્ડ નથી. તલ બજારને હાલ સાઉથના તેલવાળાની ખરીદીનો ટેકો છે, બાકી ડોમેસ્ટિક, એક્સપોર્ટના વેપારો નથી, સ્ટોકીસ્ટો પાસે ખરીદવાની જગ્યા નથી. જો નવી આવકો વધશે તો બજાર વધુ ખરાબ થશે તેવું મનાય રહ્યું છે.

સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સફેદ તલની સૌથી વધુ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં ૧૬૫૭ ગુણીની થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૩૦૦થી ૨૦૩૧ સુધીના બોલાયા હતા. સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. ૨૨૬૫ બોલાયો હતો.

કાલના (તા. 14/10/2021, ગુરૂવારના) જાડી સફેદ તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

1586

2000

અમરેલી 

1085

2100

કોડીનાર

1611

2002

જેતપુર 

1821

2021

પોરબંદર

1835

1836

વિસાવદર 

1750

1950

કાલાવડ

1625

1950

ગોંડલ 

1300

2031

જુનાગઢ 

1700

1992

જામજોધપુર 

1640

2040

ભાવનગર 

1800

2265

માણાવદર 

1800

1950

બોટાદ

1525

2015

ભેસાણ 

1700

1920

સાવરકુંડલા

1600

2020

જસદણ

1100

1995

જામખંભાળીયા

1700

1968

પાલીતાણા

1620

2125

 

કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલની સૌથી વધુ આવક અમરેલી માર્કેટ યાર્ડમાં ૧૬૦૭ ગુણીની થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૦૮૦થી ૨૫૮૪ સુધીના બોલાયા હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. ૨૭૪૫ બોલાયો હતો.

કાલના (તા. 14/10/2021, ગુરૂવારના) કાળા તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.

વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ

મહુવા

1621

2452

સાવરકુંડલા

1800

2500

બોટાદ

2010

2745

ધોરાજી

2036

2301

ગોંડલ

1451

2601

જુનાગઢ 

2390

2601

જામજોધપુર 

1860

2525

જસદણ

1200

2300

બાબરા

1880

2200

વિસાવદર

2025

2345

ભેંસાણ

2000

2440

મોરબી

1430

2040

અ‍મરેલી

1080

2584

ગઢડા

2020

2120

પાલીતાણા

1970

2400

ભાવનગર

1690

2300