Top Stories
khissu

LIC ની આ અદ્ભુત સ્કીમ, હવે 60ના બદલે 40 વર્ષની ઉંમરે મળશે પેન્શન

આપણે સૌ કોઇ ભવિષ્યને લઇને ચિંતિત હોઈએ છીએ. જેથી તેને સુરક્ષિત કરવાં અનેક પ્લાન્સ અને પૉલિસીઓ આપણે શોધતા હોઈએ છીએ. તો આજે આપણે એવી એક સ્કીમ વિશે જાણીએ જે તમને 40 વર્ષની ઉંમરથી જ પેન્શન આપશે. જી હાં દોસ્તો, હાલમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) એ એક નવી સ્કીમ લોન્ચ કરી છે. જે હેઠળ 60 નહીં, પરંતુ 40 વર્ષની ઉંમરે તમને 50 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળશે. તો ચાલો આ ખાસ સ્કીમની જાણકારી મેળવીએ..

LIC સ્કીમ
નવી સ્કીમ જે LIC દ્વારા લોન્ચ કરવામાં આવી છે તેનું નામ છે,"સરલ પેન્શન યોજના". જે એક સિંગલ પ્રીમિયમ પેન્શન યોજના છે. LIC માં જ્યારે તમે પોલિસી લો ત્યારે જ પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. જેથી તમને તમારા બાકીના જીવન માટે પેન્શન મળતું રહેશે. જો પોલિસીધારકના મૃત્યુ પર નોમિનીને સિંગલ પ્રીમિયમની રકમ પરત કરવામાં આવે છે. સરલ પેન્શન યોજના એ તાત્કાલિક વાર્ષિકી યોજના છે, જેનો અર્થ છે કે તમે પોલિસી લેતાની સાથે જ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. આ પોલિસી લીધા પછી, જેટલું પેન્શન શરૂ થાય છે, એટલું જ પેન્શન આખી જીંદગી માટે મળે છે.

પેન્શન સ્કીમ બે રીતે લઇ શકાય
સિંગલ લાઇફ- આ પોલિસી કોઈપણ વ્યક્તિના નામે રહેશે, જ્યાં સુધી પેન્શનર જીવિત છે, ત્યાં સુધી તેને પેન્શન મળતું રહેશે, તેના મૃત્યુ પછી તેના નોમિનીને બેઝ પ્રીમિયમની રકમ પરત કરવામાં આવશે.

જોઈન્ટ લાઇફ- આમાં બંને પતિ-પત્નીને કવરેજ મળે છે. જ્યાં સુધી પ્રાથમિક પેન્શનરો જીવિત છે ત્યાં સુધી તેમને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ પછી, તેમના જીવનસાથીને આજીવન પેન્શન મળતું રહેશે, તેમના મૃત્યુ પછી બેઝ પ્રીમિયમની રકમ તેમના નોમિનીને સોંપવામાં આવશે.

વયમર્યાદા
આ યોજનાના લાભ માટે લઘુત્તમ વય મર્યાદા 40 વર્ષ અને મહત્તમ 80 વર્ષ છે. તે આખા જીવનની પોલિસી હોવાથી, પેન્શનર જીવિત હોય ત્યાં સુધી તેમાં આખી જીંદગી પેન્શન મળે છે. સરલ પેન્શન પોલિસી શરૂ થયાની તારીખથી છ મહિના પછી ગમે ત્યારે સરન્ડર કરી શકાય છે.

પેન્શન ક્યારે અને કેટલું મળશે?
પેન્શન ક્યારે મળશે, તે પેન્શનરે નક્કી કરવાનું છે. આમાં તમને 4 વિકલ્પો મળશે. તમે દર મહિને, દર ત્રણ મહિને, દર 6 મહિને પેન્શન લઈ શકો છો અથવા તમે તેને 12 મહિનામાં લઈ શકો છો. તમે જે પણ વિકલ્પ પસંદ કરો છો, તે સમયગાળામાં તમારું પેન્શન આવવાનું શરૂ થઈ જશે.