khissu

SBIએ તેમના ગ્રાહકોને આપી મોટી ખુશ-ખબર: ૧૨૭૩ શાખાઓ પરથી મેળવી શકો છો ૩૦ તારીખ સુધીમાં આ યોજનાનો લાભ

ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ઘરેલું અને NRI ગ્રાહકો માટે તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના ફરીથી જાહેર કરી છે. જ્યારે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની ગુજરાતમાં 1273 શાખાઓ આવેલ છે. જે શાખોઓ તેમના ગ્રાહકોને ઘરેલું અને NRI ગ્રાહકોને SBI અમૃત કલાશ ડિપોઝિટ FD સ્કીમ 'આકર્ષક વ્યાજ દરો' આપે છે. SBIએ જણાવ્યું હતું કે તેની મુદત 400 દિવસની હોય છે.

SBIની ઓફિસિઅલ વેબસાઈટ જણાવે છે કે, બેંકે 400 દિવસની મુદત @7.10% p.aની રિટેલ ટર્મ ડિપોઝીટ અમૃત કલશ’ સ્કીમ ફરીથી રજૂ કરવાનું નક્કી કર્યું છે. 7.60% સુધીના વ્યાજ દર સાથે SBI અમૃત કલશ FD ચાલુ કરી છે, આજે સ્કીમ ના 10 મુખ્ય ફાયદા જાણીશું. SBI અમૃત કલશ ડિપોઝિટ માત્ર મર્યાદિત સમયગાળા માટે જ માન્ય છે. FDનો લાભ લેનારા ગ્રાહકો 30 જૂન 2023 સુધી લાભ લઇ શકે છે.

અહિયાં  નોંધનીય બાબત ઈ છે કે ફેબ્રુઆરીમાં SBIએ અગાઉ મર્યાદિત સમયગાળા માટે અમૃત કલેશ ડિપોઝિટ રજૂ કરી હતી જે 31 માર્ચ 2023ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. ત્યાર બાદ ફરી સ્કીમની જાહેરાત સમાન વિશેષતાઓ સાથે કરવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ આજે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને 7.6% અને અન્ય લોકોને 7.1% વ્યાજ દર ઓફર કરશે. આ યોજના 30 જૂન, 2023 સુધી રોકાણકારો માટે ઉપલબ્ધ રહેશે.

SBI અમૃત કલેશ ડિપોઝિટ FD સ્કીમ વિશે 10 મહત્વપૂર્ણ બાબતો છે.
1. SBI અમૃત કલશ fd 12.04.2023થી 30.06.2023 સુધી ઉપલબ્ધ રહેશે.
2. જમા કરાવવાની અવધિ: 400 દિવસ.

3. પાત્ર થાપણો:
i) NRI રૂપિયાની મુદતની થાપણો સહિત સ્થાનિક છૂટક મુદતની થાપણો (< રૂ. 2 કરોડ) 
ii) નવી અને નવીકરણ થાપણો.
iii) મુદતની થાપણો અને માત્ર વિશેષ મુદતની થાપણો.

4. વ્યાજ દર: સામાન્ય લોકો માટે 7.10%. વરિષ્ઠ નાગરિકો, સ્ટાફ અને સ્ટાફ પેન્શનરો તેમને લાગુ પડતા વધારાના વ્યાજ દર માટે પાત્ર છે.

5. વ્યાજની ચુકવણી:
i) મુદતની થાપણો - માસિક/ત્રિમાસિક/અર્ધવાર્ષિક અંતરાલો પર વિશેષ મુદતની થાપણો-પાકતી મુદત પર.
ii) વ્યાજ, TDS ની ચોખ્ખી, ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે.

6. TDS: આવકવેરા કાયદા મુજબ લાગુ દરે
7. અકાળ: છૂટક મુદતની થાપણ માટે લાગુ પડતા ઉપાડ
8. લોન સુવિધા: ઉપલબ્ધ

9. દ્વારા ઉપલબ્ધ: શાખા/INB/YONO ચેનલો
10. AMRIT KALASH ડિપોઝિટ માટે કોઈ અલગ પ્રોડક્ટ કોડની જરૂર નથી

બેંકે 12 એપ્રિલના રોજ આ યોજના પુનઃસ્થાપિત કરી હતી અને તે 30 જૂન સુધી માન્ય છે. આ યોજના માત્ર સ્થાનિક રિટેલ ટર્મ ડિપોઝિટ પર જ લાગુ પડે છે. આ ટ્રેડિંગ સ્કીમ પરનું વ્યાજ માસિક, ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક અંતરાલમાં જમા કરવામાં આવશે. સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ પર પાકતી મુદતનું વ્યાજ, સ્ત્રોત પર કર કપાત (TDS)ની ચોખ્ખી રકમ ગ્રાહકના ખાતામાં ઉમેરવામાં આવશે.