khissu

SBIએ 40 કરોડ ગ્રાહકોને આપી ચેતવણી! બંધ થઈ શકે છે તમારી બેંકિંગ સેવા

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે. બેંકે તેના ખાતાધારકોને 31 માર્ચ 2022 પહેલા પાન-આધાર કાર્ડ લિંક કરવા નોટિસ આપી છે. બેંકે કહ્યું છે કે જો ગ્રાહકો આવું નહીં કરે તો તેમની બેંકિંગ સેવા ઠપ થઈ શકે છે. SBIએ આ માટે ટ્વીટ પણ કર્યું છે.

31મી માર્ચ સુધી તક
SBIએ કહ્યું, 'અમે અમારા ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે તેઓ તેમના PANને આધાર સાથે લિંક કરે અને કોઈપણ પ્રકારની અસુવિધા ટાળવા અને નિર્વિઘ્ન બેંકિંગ સેવાનો આનંદ માણવાનું ચાલુ રાખે. આ સાથે બેંકે કહ્યું કે PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો PAN અને આધાર લિંક ન હોય તો, PAN નિષ્ક્રિય થઈ જશે અને સ્પેસિફાઈડ વ્યવહારો કરવા માટે PAN નો ઉપયોગ કરી શકાશે નહીં. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, PAN ને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે.

પાન-આધાર કાર્ડ કેવી રીતે લિંક કરવું?

પ્રથમ રસ્તો
1- સૌથી પહેલા તમે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ https://www.incometaxindiaefiling.gov.in/home પર જાઓ.
2- અહીં ડાબી બાજુએ તમને Link Aadhaar નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો
3- એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે PAN, AADHAAR અને આધારમાં જે નામ લખેલુ છે તે પ્રમાણે ભરવાનું રહેશે.
4- જો તમારા આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ લખેલ હોય તો 'I have only year of birth in aadhaar card'ના બોક્સ પર ટીક કરો.
5- કેપ્ચા કોડ દાખલ કરો અથવા OTP માટે ટિક કરો
6- લિંક આધાર બટન પર ક્લિક કરો, ત્યાર બાદ PAN અને આધાર લિંક થઈ જશે.

બીજી રીત
તમે SMS દ્વારા પણ PAN અને આધારને લિંક કરી શકો છો
- મોબાઈલના મેસેજ બોક્સમાં ટાઈપ કરો - UIDPAN<12-અંકનો આધાર><10-અંકનો PAN>
- આ મેસેજ 567678 અથવા 56161 પર મોકલો, ત્યાર બાદ લિંક થઈ જશે.