khissu

લોકો પણ વિચિત્ર છે, જ્યાં ઓછુ વ્યાજ મળે એ બેંકોમાં વધારે એફડી કરાવે છે, વધુ વળતર આપતી બેંકો લિસ્ટમાં જ નથી

Top 10 Bank List: ફિક્સ્ડ ડિપોઝિટ એ રોકાણનું સલામત અને લોકપ્રિય માધ્યમ છે. ભારતમાં સામાન્ય લોકો તેને ઘણું મહત્વ આપે છે. તમામ બેંકો એફડી સુવિધા પૂરી પાડે છે. પરંતુ, ગ્રાહકો તેમના પૈસા રાખવા માટે કેટલીક બેંકો પર વધુ વિશ્વાસ કરે છે. આજે અમે તમને એવી ટોપ-10 બેંકો વિશે જણાવીશું જેમાં લોકો FD કરવાનું પસંદ કરે છે. આ 10 બેંકો પાસે કુલ FDનો 76 ટકા હિસ્સો છે.

ભારતીયો હજુ પણ FD મેળવવા માટે ખાનગી બેંકો કરતાં સરકારી બેંકો પર વધુ વિશ્વાસ કરે છે. આ જ કારણ છે કે નાણાકીય વર્ષ 2022 માટે ભારતીય રિઝર્વ બેંકના આંકડા અનુસાર FD કરવા માટે ભારતીયોની 10 મનપસંદ બેંકોમાંથી 7 સરકારી બેંકો છે. માત્ર ત્રણ ખાનગી બેંકો ટોપ-10ની યાદીમાં સ્થાન મેળવી શકી છે. નોંધનીય છે કે મોટી સરકારી અને ખાનગી બેંકો નાની બેંકોની સરખામણીમાં FD પર ઓછું વ્યાજ આપે છે.

FD કરવા માટે ભારતીયોની પ્રથમ પસંદગી દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) છે. SBI પાસે વિવિધ કાર્યકાળની કુલ FDમાંથી 23 ટકા ફિક્સ્ડ ડિપોઝિટ છે. સરકારી બેંકોમાં કરવામાં આવેલી કુલ FDમાં તેનો હિસ્સો 36 ટકા છે.

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક આ યાદીમાં બીજા ક્રમે છે. દેશમાં બનેલી કુલ એફડીમાંથી 8 ટકા એફડી આ બેંકમાં કરવામાં આવી છે. ખાનગી બેંકોની FD થાપણોમાં HDFCનો બજારહિસ્સો 28 ટકા છે.

FD મેળવવા માટે ભારતીય લોકોની ત્રીજી પસંદગી કેનેરા બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં, કેનેરા બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની FDમાં બજાર હિસ્સો અનુક્રમે 12 ટકા અને 11 ટકા છે.

બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક પાસે કુલ FD થાપણોમાં 6-6 ટકા હિસ્સો છે. સરકારી બેંકોમાં બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક, બંનેનો FDમાં 10-10 ટકા બજારહિસ્સો છે.

ખાનગી ક્ષેત્રની બેંકોમાં HDFC બેંક પછી, રોકાણકારોએ ICICI બેંક FDમાં રોકાણ કરવાનું પસંદ કર્યું. ICICI બેંક પાસે કુલ FD થાપણોમાં 6 ટકા હિસ્સો છે. પ્રાઈવેટ બેંકોની કુલ FD ડિપોઝીટનો માર્કેટ શેર 19 ટકા છે.

ટોચની 10 બેંકોની યાદીમાં એક્સિસ બેંક પણ સામેલ છે. કુલ FDમાં તેનો બજાર હિસ્સો 5 ટકા છે. તે જ સમયે, ખાનગી બેંકોમાં કુલ FD થાપણોમાં એક્સિસ બેંકનો હિસ્સો 15 ટકા છે.

બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન બેંક પણ ટોપ ટેનમાં છે. બંને પાસે કુલ FD થાપણોમાં 4-4 ટકા હિસ્સો છે. જ્યારે સરકારી બેંકોમાં કુલ FD થાપણોમાંથી બંનેનો બજારહિસ્સો 6 ટકા છે.