Top Stories
khissu

બેરોજગારો માટે સારા સમાચાર! સરકાર આપશે પુરા 5 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી, ગુજરાતીઓને કંઈ નહીં મળે

Scheme for Youth: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા બેરોજગારો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. એક તરફ ખર્ચને પહોંચી વળવા માટે અમુક હજાર રૂપિયા આપવામાં આવે છે, પરંતુ બીજી તરફ યુવાનોને લાખો રૂપિયા આપવામાં આવી રહ્યા છે જેથી તેઓ પોતાનો કોઈ વ્યવસાય ખોલી શકે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ સ્વ-રોજગાર દ્વારા વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે જેમાં યુવાનોને તેમના પોતાના સાહસો સ્થાપવામાં મદદ કરવામાં આવશે.

એકવીસમી સદીમાં પણ ચાલે છે વિચિત્ર દુષ્ટ પ્રથા, અહીં પિતા જ તેની દીકરી સાથે લગ્ન કરી લે

શર્માએ ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં 'મુખ્યમંત્રી સ્વનિર્ભર આસામ અભિજન 2023'ની શરૂઆત કરી. તેમણે આ યોજના માટે અરજી કરવા માટે એક પોર્ટલ પણ શરૂ કર્યું છે.

હરખ પુરો: સતત ઘટાડા વચ્ચે સોનાના ભાવમાં તોતિંગ વધારો, એક તોલાએ સીધા આટલા રૂપિયાનો વધારો

મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ બે લાખ યુવાનોને એક મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમ બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. શર્માએ શનિવારે આયોજિત કાર્યક્રમમાં કહ્યું, 'આ યોજના સ્વ-રોજગારની તકો ઊભી કરવા માટે બનાવવામાં આવી છે જે યુવાનોને રાજ્યના વિકાસને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવશે. તેમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાની ક્ષમતા છે.

દિવાળી પહેલા સોનું મોંઘુદાટ થશે, કરવા ચોથ પર એક તોલાનો ભાવ 62,000 રૂપિયાને પાર થશે

રાજ્ય સરકાર દ્વારા કેટલીક શ્રેણીઓ તૈયાર કરવામાં આવી છે. સીએમ બિસ્વાએ કહ્યું કે એન્જિનિયરિંગ, મેડિસિન, કૃષિ, પશુપાલન અને મત્સ્યઉદ્યોગના ક્ષેત્રોમાં ડિગ્રી ધરાવતા બેરોજગાર લોકોને પ્રથમ શ્રેણીમાં રાખવામાં આવશે અને તેમને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. બીજી તરફ પોસ્ટ ગ્રેજ્યુએટ, જનરલ ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, પોલીટેકનિક પાસ કરેલ બેરોજગારોને બીજી કેટેગરીમાં મૂકવામાં આવશે અને તેમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

ભારતમાં અહીં ગોરું કે સુંદર બાળક જન્મે તો મારી નાખવામાં આવે, આખા ગામની મહિલાઓ દૂધ પીવડાવે

સીએમએ કહ્યું કે પ્રથમ કેટેગરીમાં લાભાર્થીઓએ રૂ. 5 લાખમાંથી રૂ. 2.5 લાખ કોઇપણ વ્યાજ વગર પરત કરવાના રહેશે જ્યારે બાકીની રકમ સરકારી સહાય હશે. શર્માએ કહ્યું, 'તેમજ બીજી શ્રેણીના લાભાર્થીઓ માટે પણ સંપૂર્ણ રકમમાંથી 1 લાખ રૂપિયા સરકારી સબસિડી હશે જ્યારે 1 લાખ રૂપિયા કોઈપણ વ્યાજ વગર પરત કરવાના રહેશે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'પરિવારમાંથી માત્ર એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકશે અને અરજદારે રોજગાર કચેરીમાં નોંધણી કરાવવી પડશે.'