Top Stories
khissu

અદાણી અને અંબાણી તો બધાને ખબર છે, પરંતુ ત્રીજા નંબરે ભારતમાં ધનવાન કોણ? અહીં જાણી લો નામ અને સંપત્તિ

તાજેતરમાં ફોર્બ્સે ભારતના 100 સૌથી ધનિક લોકોની નવી યાદી બહાર પાડી હતી. આ મુજબ વર્ષ 2023માં ભારત અને એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે, જેની કુલ સંપત્તિ $92 બિલિયન છે. ફોર્બ્સની યાદીમાં ગૌતમ અદાણી બીજા સ્થાને છે.

ગૌતમ અદાણી વર્ષ 2022 દરમિયાન ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ તેમની સંપત્તિમાં ઝડપથી ઘટાડો થયો અને તેઓ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને સરકી ગયા. હવે તેમની પાસે કુલ 68 અબજ ડોલરની સંપત્તિ છે. આ છે ભારતના બે સૌથી અમીર માણસો, પરંતુ શું તમે દેશની રાજધાની નવી દિલ્હીના સૌથી અમીર વ્યક્તિ વિશે જાણો છો?

આના કરતાં ધમાકેદાર યોજના બીજી કેવી હોય! થોડા મહિનામાં જ પૈસા ડબલ, દિવાળી પહેલા લાભ લઈ લો

દિલ્હીમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ છે?

તેમનું નામ છે શિવ નાદર, જે માત્ર દિલ્હીના સૌથી ધનિક વ્યક્તિ જ નહીં પરંતુ ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ પણ છે. સાથે જ તે વિશ્વના અબજોપતિઓની યાદીમાં 55મા નંબરે છે. અબજોપતિ શિવ નાદર પાસે $28.9 બિલિયનની સંપત્તિ છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર તે દિલ્હીનો રહેવાસી છે.

દરેક માટે કામની વાત: હાલમાં ઉંચા વ્યાજદરથી રાહતની કોઈ જ આશા નથી, સમય જ કહેશે કે ક્યારે ઘટશે...

શિવ નાદરનું શિક્ષણ

અબજોપતિ શિવ નાદરનું પ્રાથમિક શિક્ષણ તમિલમાં થયું હતું. તે 22 વર્ષથી બરાબર અંગ્રેજી બોલી શકતો ન હતો. શિવ નાદરે પીએસજી કોલેજ ઓફ ટેકનોલોજીમાંથી બેચલર ઓફ આર્ટસ/સાયન્સની ડિગ્રી મેળવી છે.

અમેરિકન બેન્કે એક વાત કહી દીધી અને ભારતમાં સોનાએ આંધળી દોટ મૂકી, અચાનક ભાવ 61000 પહોંચી ગયો

વ્યવસાયિક સફર કેવી રીતે શરૂ થઈ?

ભારતીય આઇટી જાયન્ટ શિવ નાદરે કેલ્ક્યુલેટર અને માઇક્રોપ્રોસેસર બનાવવા માટે પાંચ મિત્રો સાથે 1976માં એક ગેરેજમાં HCLની સ્થાપના કરી હતી. આજે તેની પાસે $12.6 બિલિયનની આવકવાળી કંપની છે. આધુનિક સમયમાં, આ કંપની ભારતમાં સૌથી મોટી સેવા પ્રદાતાઓમાંની એક છે. જુલાઈ 2020 માં, તેમણે HCL ટેક્નોલોજિસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું, આ પદ તેમની પુત્રી રોશની નાદર મલ્હોત્રાને સોંપ્યું. હવે તેઓ એમેરેટસ ચેરમેન અને સલાહકાર છે.

મુકેશ અંબાણીએ શા માટે મનોજ મોદીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જાણો એકદમ અંદરની ખાનગી વાત

દાનની બાબતમાં શિવ નાદર પણ ઓછા નથી

ફોર્બ્સ અનુસાર HCL ટેક્નોલોજીસ વિશ્વના 60 દેશોમાં 225,000 થી વધુ લોકોને રોજગારી આપે છે. નાદારે તેમના શિવ નાદર ફાઉન્ડેશનને 1.1 બિલિયન ડૉલરનું દાન આપ્યું છે. આ ફાઉન્ડેશન શિક્ષણ સંબંધિત કાર્યોને સમર્થન આપે છે.