khissu

સોના-ચાંદીમાં હાલ રોકાણ કરવું જોઈએ કે નહીં ? તમારી મૂંઝવણને આપો પૂર્ણ વિરામ

સોના ચાંદીના રોકાણકારો અને લગ્ન પ્રસંગ માટે સોનાં-ચાંદીના ઘરેણાં ખરીદવા માંગતા લોકોને અનેક સવાલો અનુભવાય છે કે શું હાલ ખરેખર સોનું ખરીદવું જોઈએ કે નહીં ? કોઈ નુકશાન તો નહીં જાય ને ? કેટલું રોકાણ કરવું જોઈએ ? તો એ બધાંના જવાબ તમને અહીં મળી રહેશે.

સોનામાં ૧૩,૦૦૦ રૂપિયાનો ઘટાડો : મિત્રો, ઓગસ્ટ ૨૦૨૦માં સોનામાં જોરદાર ઉછાળો આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં સોનું લગભગ ૬૦,૦૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની ટોચ પર પહોંચી ગયું હતું. ત્યારથી લઈને અત્યારે તેમાં ૧૩,૦૦૦ રૂપિયા જેટલો ઘટાડો થયો છે.

સોનું સસ્તું થવા પાછળનું કારણ : જોકે કોરોના સંકટ ટળતા જ અને ખાસ કરીને કોરોના રસીની શોધ થતાં જ સેફ હેવન ગણાતા સોનામાં ઘટાડો થવાનો શરૂ થયો. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઘટ્યા અને ભારતમાં પણ તેની અસર જોવા મળી જોકે ભારત સરકારે સોના પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો જેથી સોનુ વધુ સસ્તું થયું.

હાલની સ્થિતિ : મિત્રો, અત્યાર સુધીમાં સોનાનો સૌથી ઓછો ભાવ આજે જોવા મળ્યો હતો જે અત્યાર સુધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે ૨૪ કેરેટ સોનું ૪૬,૩૦૦ પ્રતિ ૧૦ ગ્રામ જોવા મળ્યું. જોકે આ પહેલા સોનાએ ૧૭૬૭ ડોલરનો સપોર્ટ લેવલ તોડી નાંખ્યો છે જેથી તે નીચલી સપાટીએ પહોંચી ગયું છે અને હવે આગળ જતાં ૧૬૭૫ ડોલરનો મજબૂત સપોર્ટ છે જે તોડવો મુશ્કેલ છે.

હાલ શું કરવું સોનું ખરીદવું કે નહીં ? : અત્યારસુધી જોઈએ તો લોકો ૧૭૬૭ ડોલરનો સપોર્ટ તૂટવાનો રાહ જોઈ રહ્યાં હતાં અને હવે સોનુ ૧૬૭૫ ડોલરના સપોર્ટ લેવલ સુધી જઈ શકે છે. એક્સપર્ટનું માનવું છે કે ૧૬૭૫ ડોલરનો સપોર્ટ મજબૂત હોવાથી તેને તોડવો મુશ્કેલ છે તેથી સોનું તેનાથી નીચે નહીં જાય અને ફરી ઉપર આવશે. જોકે તે મોટો ઉછાળો તો નહીં મારે પરંતુ ધીરે ધીરે ઉપર આવે તેવી શક્યતાઓ છે. જેથી એક્સપર્ટના માનવા મુજબ હાલ સોનું બાયઇંગ ઝોનમાં હોઈ ખરીદી શકાય.

બુલિયન વોલ્ટના ડિરેકટર ઓફ રિસર્ચ એડ્રિયન એશનું શું માનવું છે ? : રિસર્ચ એડ્રિયન એશે જણાવ્યું કે, ૨૦૨૦માં કોરોનાની ક્રાઇસિસ દરમિયાન સોનામાં સારું એવું વળતર મળ્યું હતું, પરંતુ ઇકવિટી માર્કેટમાં હાલ તેજી જોવા મળી રહી છે જેથી સોનું નીચલા સ્તરે પહોંચ્યું છે. 

એડ્રિયન એશે આગળ કહ્યું કે હાલ રૂપિયો ડોલરની સામે મજબૂત બની રહ્યો છે જેથી ભારતમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે. જોકે હાલ સોનું ૧૭૬૭ ડોલરનો સપોર્ટ તોડી ચૂક્યું છે અને જો હવે તે ૧૭૦૦ ડોલરે પહોંચે તો તેમાં રોકાણ કરવા માંગતા અથવા ખરીદવા માંગતા લોકો ચાન્સ લઇ શકે છે.