Top Stories
khissu

સ્માર્ટફોન સહાય યોજના: જાણો કંઈ તારીખથી શરૂ, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ, તમામ માહિતી અહી જાણો

આજ ના આ ટેકનોલોજી ના યુગ મા બધાજ ક્ષેત્રો માં ડિજિટલ સેવાઓ નો વ્યવસાય વધી રહ્યો છે. ત્યારે કૃષિ ક્ષેત્રે પણ ખેડૂતો I.T ટેકનોલોજી ના ઉપયોગ થકી નવી નવી તકનીકો અપનાવી અને અવનવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યાં છે.

ટેકનોલોજી ના ઉપયોગથી ખેડૂતોની આવક માં પણ દિન-પ્રતિદિન વધારો થય રહ્યો છે. અને સાથે સાથે ખેડૂતો ડિજિટલ ટેકનોલોજી દ્વારા વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ના ઉપદ્રવ ની માહિતી, નવી નવી ખેતી માં ઉપયોગી પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતા ની સહાય યોજનાઓ ની માહિતી મેળવી શકે છે.

આઇ ખેડુત પોર્ટલ પર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મી મે થી આઈ-ખેડુત પોર્ટલ શરૂ.

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા સહાય અને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના તમામ ખેડુતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.

જરૂરી દસ્તાવેજ
આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
બેંક ખાતા ની પાસ બુક ની ઝેરોક્ષ.
સ્માર્ટ ફોને ખરીદી કરેલ હોવા અંગે નું GST નંબર ધરાવતુ પાકુ બિલ.
મોબાઈલ ફોન નો IMEI નંબર.
ખેડૂત ના જમીનના ડોક્યુમેન્ટ.
8-અ  ની નકલ.
રદ કરેલ ચેક ની નકલ

વધુમાં અન્ય ખેતીવાડીની સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી મળ્યેથી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.