આજનાં દિવસે ખાસ:રાષ્ટ્રીય સુશાસન દિવસ

આજનાં દિવસે ખાસ:રાષ્ટ્રીય સુશાસન દિવસ

National Good Governance Day.

નમસ્કાર મિત્રો. આજ નો દિવસ માં ખાસ જાણીએ તો ૨૫ ડિસેમ્બર ને રાષ્ટ્રિય સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અને આ દિવસ ભારતીય રાજનીતિ ના ભીષ્મ પિતામહ " અટલ બિહારી વાજપેયી, " ના માન માં ઉજવવામાં આવે છે. અને આ દિવસ નો હેતુ ભારતમાં વ્યવસ્થિત પ્રશાસન સ્થાપવાનો છે
તો જાણીએ થોડી માહિતી અટલ બિહારી વાજપેયીજી વિશે. આ પર્વ ૧૬ ડિસેમ્બર ૨૦૧૪ થી ભારત સરકારે ઉજવવાનું નક્કી કર્યું હતું. પાંચ વર્ષનો સમયગાળો પૂરો કરનાર અટલ બિહારી વાજપેયી એક જ બિન કોંગ્રેસી નેતા હતા.

તેણે એક સૂત્ર પણ આપ્યું હતું. 'Minimum Government, Maximum Governance'. ૨૦૦૦-૦૧ માં અટલ બિહારી વાજપેયીજી ની સરકારે ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું.

હાલ ૧૩ સ્થળોના નામ બદલીને અટલ બિહારી વાજપેયીજી ના નામે રાખવમાં આવ્યા છે. ગુજરાત માં સાબરમતી ઘાટ નુ નામ અટલ ઘાટ કરવામાં આવ્યું છે. મોરેશિયસ માં સાઇબર ટાવર નું નામ બદલીને અટલ બિહારી વાજપેયી ના નામ પરથી રાખવામાં આવ્યું છે.

જય જવાન,જય કિસાન,જય વિજ્ઞાન :- અટલ બિહારી વાજપેયીજી