Top Stories
khissu

ફક્ત બે લાખમાં શરૂ કરો સિમેન્ટ ઈંટનો બિઝનેસ, વર્ષે થશે લાખોની કમાણી

આપણે જાણીએ છીએ કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ લોકોના જીવનમાં ઘણુ પરિવર્તન લાવી છે, લોકોને વેપાર ધંધા અને નોકરી જતી રહી છે તેથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તો આજે અમે તમે એક સરળ વ્યવસાય વિશે જણાવીશું. જેના દ્વારા તમે સારી કમાણી કરી શકો છો.

જો તમે જલ્દી કરોડપતિ બનવા માંગતા હોવ તો તમારે કોલસાની રાખમાંથી ઈટ બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે ભારત સરકાર મુદ્રા સ્કીમ હેઠળ પણ તમને મદદ મળશે. નાના શહેરો અને ગામડાઓમાં પણ આ ઈંટોનો ટ્રેન્ડ શરૂ થયો છે.

રાખ ઇંટોને સિમેન્ટ ઇંટો પણ કહેવામાં આવે છે. 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને પણ આ બિઝનેસ શરૂ કરી શકાય છે. આ બિઝનેસ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે 2 લાખ રૂપિયાથી આ બિઝનેસ શરૂ કરવાથી એક વર્ષમાં 12થી 15 લાખ રૂપિયાની કમાણી આરામથી થઈ શકે છે. જો કે, આ વ્યવસાયમાં તમને કેટલો નફો થશે તે ઇંટોના વેચાણ દ્વારા નક્કી કરવામાં આવે છે.

ખાસ વાત એ છે કે, આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે માત્ર 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી તમે આરામથી ઘરે બેઠા સારી કમાણી કરી શકશો. ઇંટો બનાવવા માટે ઓછામાં ઓછા 5-6 લોકોની જરૂર પડે છે. આની મદદથી દરરોજ લગભગ 3,000 ઈંટો બનાવી શકાય છે. આ રોકાણમાં કાચા માલના ખર્ચનો સમાવેશ થતો નથી.

આ માટે ઓટોમેટિક મશીનની મદદથી તમે 1 કલાકમાં 1 હજાર ઈંટો બનાવી શકો છો. એટલે કે આ મશીનથી તમે એક મહિનામાં 3 થી 4 લાખ ઈંટો આરામથી બનાવી શકો છો. ફ્લાય એશ(Fly ash)ની ઈંટો વડે ઘર બાંધવામાં સિમેન્ટનો ખર્ચ 20 થી 30 ટકા ઓછો થાય છે. જેથી લોકોનો ખર્ચ ઘટે છે. જેના કારણે વર્તમાન સમયમાં આ ધંધો બહુ ફુલ્યો ફાલ્યો છે. જેના દ્વારા લોકોને રોજગારી પણ મળી રહી છે.