Top Stories
khissu

નવા વર્ષે શરૂ કરો અનોખો બિઝનેસ, 5 હજારના રોકાણ પર થશે મોટી કમાણી

જો તમે પણ નવા વર્ષે પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યી છીએ જેના દ્વારા તમે ઓછા રોકાણે સારી કમાણી કરી શકો છો. તો બીજી તરફ ઘણા લોકો ધંધામાં પૈસા ગુમાવવાના જોખમના કારણે તેનાથી દૂર રહે છે. એટલે જ 1000 લોકો ધંધો કરવાનું વિચારે છે તેમાંથી માત્ર 1 કે 2 જ લોકો સાહસ કરે છે.

પરંતુ આજે અમે તમને જે બિઝનેસની વાત કરી રહ્યા છીએ તેમા રિસ્ક બહુ ઓછુ છે કારણે કે તે ઓછા રોકાણે શરૂ કરી શકાય છે. અમે વાત કરી રહ્યા છીએ કુલ્હડ બનાવવાના ધંધાની. તમે તેને માત્ર 5000 રૂપિયા રોકીને શરૂઆત કરી શકો છો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ આ બિઝનેસને પ્રોત્સાહન આપી રહી છે.

જો કે સાંભળવામાં તમને આ ધંધો થોડો અજીબોગરીબ લાગતો હશે, પરંતુ તમને જણાવી દઈએ કે, આવા બિઝનેસ ખુબ ઓછી મૂડીથી શરૂ કરી શકાય છે અને મોટો નફો રળી શકાય છે. એતો તમે બધા જાણો જ છો કે, આ દિવસોમાં કુલ્હડમાં ચા પીવાની માંગ બધીક જગ્યાએ વધી રહી છે. તો બીજી તરફ માંગ વધવા પાછળનું એક કારણ એ છે કે સરકાર ભવિષ્યમાં પ્લાસ્ટિક કપ પર પ્રતિબંધ મુકી શકે છે. કારણ કે પ્લાસ્ટિકના કપને કારણે પર્યાવરણને નુકશાન થાય છે.

સરકાર પણ કુલ્હડના બિઝનેસને પ્રોત્સાહન આપી રહી છે
તમને જણાવી દઈએ કે, સરકાર કુલ્હડ બનાવવા માટે ઈલેક્ટ્રીક ચાક આપે છે, જેની મદદથી કુલ્હડ સરળતાથી બનાવી શકાય છે. આ અંગે ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષે થોડા સમય પહેલા માહિતી આપી હતી કે વર્ષ 2020માં કેન્દ્ર સરકારે 25,000 ઇલેક્ટ્રિક ચાકનું વિતરણ કર્યું છે. એટલુ જ નહીં સરકાર પણ આ કુલ્હડને સારી કિંમતે ખરીદે છે.

નોંધનિય છે કે, કુલ્હડ બહુ સસ્તુ હોવાની સાથે સાથે પર્યાવરણ માટે પણ ખૂબ સલામત માનવામાં આવે છે. તેથી આવનારા સમયમાં તેવી માગ વધુ રહેશે તેમા કોઈ બે મત નથી. આ ઉપરાત નીતિન ગડકરી પણ પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ મુકવાની માગ કરી ચૂક્યા છે.