Top Stories
khissu

ઘરની છત પર શરૂ કરો આ 4 બિઝનેસ, પહેલા મહિનેથી જ થશે બમ્પર કમાણી

કોરોનાકાળમાં જો તમે ઘરે બેસીને કોઈ ધંધો કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક એવો બિઝનેસ આઈડિયા જણાવીશું જેના દ્વારા તમે ઘરે બેસીને સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસ તમારા ટેરેસથી જ શરૂ કરી શકાય છે. આ ઉપરાંત તેને શરૂ કરવા માટે કોઈ મોટા રોકાણની પણ જરૂર પડતી નથી. આમાં નુકસાનની શક્યતા ઘણી ઓછી છે અને તમે દર મહિને સારી કમાણી કરી શકો છો. એટલે કે, કોરોના મહામારીના સમયમાં તમે ઘરની બહાર નીકળ્યા વિના સારી કમાણી કરી શકો છો.

આ વિશે તમને વિગતે જણાવીએ તો તમે ઘરની છત પર ટેરેસ ફાર્મિંગ, સોલાર પેનલ, મોબાઈલ ટાવર, હોર્ડિંગ્સ અને બેનરો જેવા તમામ પ્રકારના બિઝનેસ શરૂ કરી શકો છો. આ માટે તમે છત ભાડે આપીને પણ સારા પૈસા કમાઈ શકો છો. આવા વ્યવસાયો નાના શહેરોથી માંડીને મોટા શહેરોમાં શરૂ કરી શકાય છે.

ટેરેસ ફાર્મિંગ
સૌ પ્રથમ આપણે ટેરેસ ફાર્મિંગ વિશે વાત કરીએ. તેનો અર્થ છે છત પર ખેતી કરવી. જો તમે મોટા મકાનમાં રહો છો અને તમારી પાસે મોટી છત છે તો તમે તમારા ટેરેસ પર ખેતી કરીને સરળતાથી સારી આવક રળી શકો છો. આ માટે, તમારે છત પર પોલીબેગમાં શાકભાજીના છોડ ઉગાડવા પડશે. ટેરેસ ગાર્ડનિંગનો ખ્યાલ સ્થળ પર આધાર રાખે છે. તેને ટપક પદ્ધતિથી પણ સિંચાઈ કરી શકાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારી ટેરેસ  પર સારો સૂર્યપ્રકાશ આવતો હોય.

સોલર પેનલ લગાવીને પૈસા કમાઓ
આ ઉપરાંત તમે તમારી છત પર સોલાર પ્લાન્ટ લગાવીને પણ સારી આવક રળી શકો છો. આનાથી તમારું વીજળીનું બિલ તો બચી જ શકે છે, પરંતુ મોટી કમાણી પણ થઈ શકે છે. આજકાલ સરકાર પણ આ વ્યવસાયને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે તમારે શરૂઆતમાં થોડુ રોકાણ કરવું પડશે.

મોબાઈલ ટાવર દ્વારા આવક
જો તમારા બિલ્ડિંગની છત ખાલી છે તો તમે તેને મોબાઈલ કંપનીઓને ભાડે આપી શકો છો. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ તમને કંપની તમને દર મહિને નિશ્ચિત રકમ આપવામાં આવે છે. આ માટે તમારે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી લેવી પડશે. જો તમે ઘરે મોબાઈલ ટાવર લગાવવા ઈચ્છો છો, તો તમે મોબાઈલ કંપનીઓ અથવા ટાવર ઓપરેટિંગ કંપનીઓનો સીધો સંપર્ક કરી શકો છો.

હોર્ડિંગ્સ અને બેનરોથી કમાણી
તમને જણાવી દઈએ કે, જો તમારું ઘર પ્રાઇમ લોકેશનમાં છે, જે દૂરથી સરળતાથી જોઈ શકાય છે અથવા મુખ્ય રસ્તાને અડીને આવેલુ છે, તો તમે તમારી છત પર બેનરો અથવા હોર્ડિંગ્સ લગાવીને સારી કમાણી કરી શકો છો. આ માટે, જો તમે ઇચ્છો, તો તમે આવી એજન્સીનો સંપર્ક કરી શકો છો જે તમામ પ્રકારની મંજૂરી લીધા પછી તમારી છત પર હોર્ડિંગ્સ લગાવશે. હોર્ડિંગનું ભાડું મિલકતના લોકેશનના આધારે નક્કી કરવામાં આવે છે.