khissu

સિન્ધુ બોર્ડર પર પથ્થરમારો : ખેડૂતો અને સ્થાનિક લોકો સામસામે ઉતરી આવ્યા, લાઠીચાર્જ અને ટિયરગેસ છોડાયા

૨૬ મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં જે ખેડૂતો એ હિંસા કરી હતી આજે સ્થાનિક લોકો તેની વિરુદ્ધ થઈ ગયા છે. અત્યારસુધી આખો દેશ ખેડૂતોના આંદોલનના સમર્થનમાં હતો પણ ૨૬મી જાન્યુઆરીએ જે હિંસક પ્રવૃતિઓ થઈ ત્યારબાદ લોકો ખેડૂતનદોલન વિરુદ્ધ થઈ ગયા.


સ્થાનિક લોકો ખેડૂતોના આ આંદોલન વિરુદ્ધ થવા પાછળનું કારણ ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર  થયેલા તિરંગાનું અપમાન જ છે. ખેડૂતોએ જે આપણા દેશના તિરંગાનું અપમાન કરી પોતાનો ખાલિસ્તાની ઝંડો લગાવ્યો હતો તેનાથી લોકો ઉશ્કેરાયા છે.


આ બાબતને ધ્યાને લઇ આજે દિલ્હીની સિંધુ બોર્ડર પર ખેડૂતોના જૂથ અને સ્થાનિક લોકોના જૂથ વચ્ચે સંઘર્ષ થયો હતો અને બંન્ને વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ સમગ્ર મામલો શાંત પાડવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસ પણ છોડ્યો હતો. આ સંઘર્ષમાં અનેક લોકોને અને પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.


જોકે ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના નેતા સતનામ સિંહ પન્નુએ જણાવ્યું કે ,આ બધું સ્થાનિક લોકો નથી કરી રહ્યા પરંતુ કેન્દ્ર સરકારે RSS ના લોકોને મોકલીને ખેડૂતોના ધરણાસ્થળ પર માહોલ બગાડી રહી છે. ગઈકાલે બે વખત આવી સ્થિતિ સર્જાઈ હતી. કૃષિ કાયદાની વાપસી થવા સુધી અમે પાછા નહીં જઈએ.