khissu

હવે આ પ્રકારના બેંક ખાતાઓ પર લદાશે આ કડક નિયમ, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

વધતી જતી છેતરપિંડીના ઉપાયરૂપે સરકાર હવે PAN વગરના બેંક ખાતાઓ પર કડકાઈ વધારવાની તૈયારી કરી રહી છે. કારણ કે સરકારે ટેક્સ ચોરી, ક્રિપ્ટો એસેટ્સ અને આતંકવાદી ફંડિંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં ખાતાઓ પર કડકાઈ વધારવાના સંકેતો આપવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રેવન્યુ સેક્રેટરી અને સીબીડીટીના ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ થયા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે CBDT આધાર દ્વારા ગ્રાહકની વિગતોની ચકાસણી કરશે.

દેશમાં લગભગ 11 કરોડ લોકો જેમની પાસે આધાર પર PAN નથી. ઘણા લોકો ઈરાદાપૂર્વક સરકારને ગેરમાર્ગે દોરે છે અને સાચી વિગતો ન ભરીને કરચોરી કરે છે.

PAN વગર ખાતું કેવી રીતે ખોલવું
બેંકિંગ રેગ્યુલેશન મુજબ, જો કોઈ વ્યક્તિ પાસે PAN (પરમેનન્ટ એકાઉન્ટ નંબર) નથી, તો તે ફોર્મ 60, 61 ભરીને બેંક ખાતું ખોલાવી શકે છે. એકવાર બેંક ખાતું ખોલવામાં આવે, પછી કોઈપણ વ્યક્તિ સરળતાથી ક્રિપ્ટો એક્સચેન્જ પર પણ ખાતું ખોલી શકે છે.