khissu

લો બોલો બાળકોને શાળાએ મોકલવા કે નઇ?, એક સાથે ૧૧ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ

કોરોના સંકટ ઓછું થયાં બાદ ઘણા સમય પછી શાળાઓ શરૂ કરવામાં આવી છે જેમાં અમુક વાલીઓને હજી પણ ડર હતો તેથી તે શાળાઓ શરૂ કરવાના નિર્ણય પર વિરોધ કરી રહ્યા હતા. એક જોતાં ખરેખર આ વાલીઓનો નિર્ણય સાચો પણ કહી શકાય કારણકે હાલ જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ શાળાની ૧૧ વિદ્યાર્થીનીઓને એક સાથે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.


જી હા મિત્રો, જૂનાગઢના કેશોદમાં આવેલી એક શાળામાં એક સાથે ૧૧ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ આવી. આ કિસ્સો સામે આવતા તંત્ર અને શાળાના સંચાલકો માં હડકંપ મચી ગયો હતો.


જૂનાગઢના કેશોદમાં આવેલી કે.એ.વણપરિયા વિનય મંદિરમાં વિદ્યાર્થીનીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીનીઓ ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. જેમાં ૩ વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહેતી હતી જ્યારે બાકીની ૮ વિદ્યાર્થીનીઓ શહેરની હતી.


આ અગાઉ પણ જામનગરના જોડિયામાં આવેલી હુન્નર શાળાની વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવી હતી. અમુક વાલીઓ ઇચ્છતા હતા કે શાળાઓ ખુલે અને પોતાનું બાળક સારું ભવિષ્ય મેળવી શકે. પરંતુ જો આવુ જ થશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરશે કે બગડશે ?