khissu

વિધાર્થી અને વાલીઓ: આવક અને જાતિ નાં પ્રમાણ પત્રની મુદતમાં 1 વર્ષનો વધારો, જાણો કોને ફાયદો થશે

રાજ્યનાં લાખો વિદ્યાર્થીઓ, વાલીઓને લોકડાઉનમાં થયેલ અગવડતાંં બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.


SEBC અને OBC વર્ગો માટેનાં જાતિના પ્રમાણ પત્ર અને દાખલાની મુદતમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.


જે વિધાર્થીઓનાં આવકના દાખલા, નોન ક્રિમિલેયર પ્રમાણ પત્રની મુદત 2020 નાં 31 માર્ચ મહિના પહેલાં પુરી થઇ ગઇ છે તે પ્રમાણ પત્ર હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રહશે. 


કોઈ પ્રમાણ પત્રમાં મુદત વધારવા માટે વિધાર્થી કે વાલીએ મામલતદાર કચેરી કે ઓનલાઇન અરજી કરાવાની જરૂર નથી, ડાઇરેક્ટ જૂના પ્રમાણ પત્ર માન્ય ગણાશે. 


હાલ ગુજરાત નાં ઘણાં વિધાર્થીઓ અને વાલીઓ શાળા એડમિશન પ્રક્રિયા માટે નવાં દાખલા કઢાવી રહ્યા છે પણ જો જૂના હોય અને આ સમય મર્યાદામાં આવે તો માન્ય રહશે જેની ખાસ નોંધ લેવી. 


આ માહિતી બીજા વિધાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચવા વિનંતી જેથી વિધાર્થીઓને તાલુકા વિકાસ અધિકારી ઑફિસે ખોટા ધક્કા નાં ખાવા પડે.