Top Stories
khissu

સુકન્યા સમૃદ્ધિ યોજના - ૨૦૨૧: આ યોજનાનો લાભ કોણ લઈ શકે? ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂર પડે? આ યોજનાનું ખાતુ ક્યાં ખોલવવું? જાણો આ યોજનાની સંપુર્ણ માહિતી

કેન્દ્ર સરકાર દ્વારા પુત્રીઓ માટે સંચાલિત સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana - SSY) ખૂબ જ પ્રખ્યાત છે. જો તમારે તમારી પુત્રીના લગ્ન અને અભ્યાસ માટે ટેન્શન મુક્ત રહેવું હોય, તો તમે આ સરકારી યોજનામાં ખાતું ખોલી શકો છો. SSY હેઠળ ખાતું ખોલવાની સામાન્ય વયમર્યાદા બાળકના જન્મની તારીખથી 10 વર્ષ છે. આ યોજનામાં સરકાર પણ દ્વારા વ્યાજ ચૂકવવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલવાની તારીખથી 21 વર્ષ પછી અથવા પુત્રીની 18 વર્ષની થાય ત્યારે લગ્નના સમયે (લગ્નની તારીખથી 1 મહિના પહેલા અથવા લગ્નના ત્રણ મહિના બાદ) પરિપક્વતા (પુર્ણ) થાય છે. તમને જણાવી દઈએ કે હવેથી આ ખાતામાં તમે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો. આ ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કઈ રીતે કરવા?

તમે પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પૈસા જમા કરી શકો છો :- તમે ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payments Bank - IPPB) એકાઉન્ટ માંથી આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ અરજદારો તેમની પુત્રીના નામે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં આ ખાતું ખોલાવી શકે છે. આ સાથોસાથ તમે કોઈ પણ બેંકની ઈન્ટરનેટ બેંકિંગ કે મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરતા હોય તો તેના દ્વારા પણ આ યોજનામાં પૈસા જમા કરાવી શકો છો. તેમાં તમે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા નંબર અનેે IFSC Code દ્વારા પૈસા જમા કરાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલું વ્યાજ મળે?
સુકન્યા સમૃદ્ધિ યોજના પર વાર્ષિક વ્યાજ દર હાલમાં 7.6 ટકા છે. આ વ્યાજ દરમાં કેન્દ્ર સરકાર દ્વારા દર ત્રણ મહિને સુધારો કરવામાં આવે છે. તેમાં અનેક નાની બચત યોજનાઓ શામેલ છે. આ સિવાય ગ્રાહકોને આ યોજનામાં ટેક્સ છૂટનો પણ લાભ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા પૈસા જમા કરવા પડે?
સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં લઘુતમ (ઓછામાં ઓછાં) 250 રૂપિયા જમા કરાવી શકાય છે અને આ સિવાય તમે મહત્તમ (વધુમાં વધુ) રૂપિયા 1,50,000 સુધી જમા કરી શકો છો. આ ખાતું ખોલીને, તમને તમારી પુત્રીના શિક્ષણ અને લગ્નમાં થતા ખર્ચથી ઘણી રાહત મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં આઈપીપીબી (IPPB) એપ્લિકેશન દ્વારા નીચેની રીતે પૈસા જમા કરી શકાય.
- આ માટે, સૌપ્રથમ તમારે તમારું બચત ખાતું આઈપીપીબી ખાતા સાથે જોડવું પડશે.
- હવે તમારે DOP Product પર જવું પડશે.
- અહીં સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું પસંદ કરવું પડશે.
- હવે તમારે SSY એકાઉન્ટ નંબર અને DOP ગ્રાહક આઈડી દાખલ કરવી પડશે.
- હવે તમે હપતાનો સમયગાળો અને રકમ પસંદ કરો.
- ચુકવણી સફળ થયા પછી, તમને આઈપીપીબી (IPPB) સૂચના દ્વારા માહિતી મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવા ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે?
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવા માટે, તમારે ફોર્મ સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં તમારી પુત્રીનું જન્મ પ્રમાણપત્ર પણ સબમિટ કરવું પડશે. આ સિવાય બાળક અને માતા-પિતાનું ઓળખકાર્ડ (પાનકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ) અને તેઓ ક્યાં રહે છે તે અંગેનું પ્રમાણપત્ર (પાસપોર્ટ, રેશનકાર્ડ, વીજળી બિલ, ટેલિફોન બિલ, પાણીનું બિલ) વગેરે દસ્તાવેજો જમા કરાવી શકો છો.