khissu

સર્વે: સફેદ સોનાના ઢગલા બંધ આવકો, જાણો આજનાં 21/11/2022 નાં બજાર ભાવો

ચાલુ વર્ષે તાજેતરમાં પૂરી થયેલી ખરીફ સીઝનમાં ગુજરાતમાં ૨૫.૪૯ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું જે ગત વર્ષ ૨૦૨૧માં ૨૨.૫૪ લાખ કરતા આશરે ૩ લાખ હેક્ટર વધુ વાવેતર હતું. નોર્મલ સરેરાશ ગુજરાતમાં ૨૪ લાખ હેક્ટર કરતા પણ આ વર્ષે ૬ ટકા વધુ વાવણી થઈ છે અને વધુ પાકનો અંદાજ છે. ગત બે વર્ષોમાં ઓછા ઉત્પાદનના પગલે કપાસના ભાવ ઐતહાસિક ઉંચાઈએ પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્રમાં પ્રતિ મણ ૨૮૦૦થી ૩૦૦૦ સુધી પહોંચ્યા હતા.ખેડૂતો હજુ વધુ ભાવની રાહ જોઈ રહ્યા છે અને રૂ।.૨૦૦૦ની સપાટીએ ભાવ પહોંચે તો આ સફેદ સોનાના વધુ ઢગલા થવા સંભવ છે.

આ પણ વાંચો: શાખાની મુલાકાત લીધા વિના કરી શકશો SBI હોમ લોન માટે અરજી, જાણો અહીં તેની સરળ રીત

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની સર્વાધિક ૭૦૦૦ ક્વિન્ટલ અર્થાત્ ૩૫ હજાર મણની આવક નોંધાઈ છે અને ખેડૂતોને રૂ।.૧૮૦૫થી ૧૮૯૨ના ભાવ રહ્યા છે. જ્યારે ગોંડલમાં ૬૬૭૫ ક્વિન્ટલ અર્થાત્ ૩૩૩૭૫ મણની આવક નોંધાઈ છે. અમરેલી યાર્ડમાં પણ ૧૩૦૧ ક્વિન્ટલની આવક નોંધાઈ છે. એકંદરે કપાસના ભાવ પ્રતિ મણ રૂ।.૨૦૦૦થી નીચા અને રૂ।.૧૮૦૦થી વધુ રહ્યા છે.

કપડાંથી માંડીને ખાદ્યતેલમાં વપરાતા કપાસનું દેશમાં સાડાત્રણ ટન ઉત્પાદન થાય છે, તેમાં ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૨ લાખ ટનમાં ૭૦થી ૭૨ ટકા કપાસ માત્ર સૌરાષ્ટ્ર પકવે છે.ગત ચોમાસુ સાનુકૂળ રહેતા અને ખેડૂતોએ કપાસનું વાવેતર ૩ લાખ હેક્ટરમાં વધારે કર્યું હોય આ તૈયાર થયેલો પાક હવે માર્કેટ યાર્ડમાં ઢગલામોઢે ઠલવાવા લાગ્યો છે.

આ પણ વાંચો: LICની આ 3 સ્કીમમાં મળશે બમ્પર ફાયદો, તમે આજીવન કમાણી કરશો, જાણો પ્લાનની વિગતો

કપાસના પાકમાં ગુલાબી ઈયળ જોવા મળે તો શું કરશો
ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે કરવામાં આવે છે, તે માત્ર ખરીફ સીઝનનો મુખ્ય પાક નથી, પરંતુ ખેડૂતો માટે સારી આવકનો સ્ત્રોત પણ છે. તે લાંબા ગાળાનો રોકડિયો પાક છે, તેથી કપાસના પાકને વધુ કાળજીની જરૂર છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કપાસના પાકમાં જંતુઓ અને રોગો પ્રવેશ કરે છે અને તેની ઉપજને અસર કરે છે. કપાસના પાકને મોટી સંખ્યામાં પિંક બોલ વોર્મ્સથી અસર થઈ રહી છે.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 19/11/2022 શનિવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17501845
અમરેલી8751849
સાવરકુંડલા17501821
જસદણ17501830
બોટાદ17001940
મહુવા16501828
ગોંડલ17011821
કાલાવડ17001829
જામજોધપુર16501851
ભાવનગર12801800
જામનગર15001880
બાબરા17001860
જેતપુર16001831
વાંકાનેર15001839
મોરબી17001866
રાજુલા16501815
હળવદ16751819
વિસાવદર17001846
તળાજા16011803
બગસરા17901858
જુનાગઢ16001780
ઉપલેટા16501810
માણાવદર17601855
ધોરાજી17461836
વિછીયા16501880
ભેંસાણ17001832
ધારી16751830
લાલપુર17551828
ખંભાળિયા17501821
ધ્રોલ12111827
દશાડાપાટડી18001830
પાલીતાણા16001760
સાયલા17891845
હારીજ17501835
વિસનગર16001839
વિજાપુર16501847
કુકરવાડા17001828
ગોજારીયા17601827
હિંમતનગર16001861
માણસા17251822
કડી16851861
મોડાસા17001778
થરા17601795
તલોદ16511811
સિધ્ધપુર17251843
ડોળાસા16561808
ટિંટોઇ15801790
દીયોદર17501835
બેચરાજી17501824
ગઢડા17001832
ઢસા17211791
કપડવંજ15001600
ધંધુકા17571821
વીરમગામ17461834
જાદર17001815
જોટાણા17301790
ચાણસ્મા17361818
ભીલડી17011735
ખેડબ્રહ્મા18301861
ઉનાવા16001850