khissu

સોના ના ભાવમાં ભયંકર ઘટાડો : વાહ રે! બજેટ , આમ નહીં તો આમ લાભ લઈ લેજો

આજ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું બજેટ સંસદમાં રજૂ કર્યું જેમાં સવારે ૧૧ વાગયેથી બજેટની શરૂઆત કરી હતી. જોકે આ વખતેનું બજેટ કોરોના મહામારીને ધ્યાને રાખતાં ડિજિટલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં અલગ અલગ ક્ષેત્રો માટે અગાઉ નું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં સોના અને ચાંદી પર હાલ ૧૨.૫% કસ્ટમ ડ્યુટી છે, તેને ઘટાડીને ૭.૫% કરી દેશે તેવું નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જોગવાઈ કરી છે. આમ સોના-ચાંદી પર કુલ ૫% કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થશે.

હાલ બજારમાં સોના-ચાંદીના ભાવ જોઈએ તો આજનો ચાંદીનો ભાવ ૭૪,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો એ છે અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૧૫,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામ જોવા મળે છે. બજેટમાં જણાવ્યા મુજબ જ્યારથી સોના-ચાંદી પર ૫% કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે તો હાલના ભાવ મુજબ ચાંદીના ભાવમાં ૩૭૦૦ રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો થશે જ્યારે સોનાના ભાવમાં ૨૫,૭૯૫ રૂપિયા પ્રતિ ૧૦૦ ગ્રામે ઘટી જશે.

કાલે સંસદમાં બજેટ રજૂ થતાં જ સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલ પાથલ જોવા મળી હતી. બજેટમાં જ્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોના-ચાંદી પર ૫% કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની વાત કરી ત્યારથી જ સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો કેમકે જો ૫% કસ્ટમ ડ્યૂટી વધારશે ત્યારે સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થશે જેથી હાલ ભાવ વધારી રહ્યા છે.

જોકે સરકારે બજેટ ખૂબ ચતુરાઈ પૂર્વક રજૂ કર્યું છે જેથી કોઈને ભનક પણ ના થાય તે રીતે અમુક ચીજવસ્તુ ના ભાવમાં વધારો કર્યો છે અને અમૂકમાં ઘટાડો જોકે સામાન્ય માણસની વાત કરીએ તો તેને જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ-ડીઝલ, મોબાઇલ ફોન વગેરે પર વધુ ટેક્સ નાખીને ભાવમાં હજી પણ વધારવાની જોગવાઈ બજેટમાં કરી છે જ્યારે સોના ચાંદી જે ઉચ્ચ વર્ગના લોકો ખરીદે છે તેમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડીને તેના ભાવમાં ઘટાડો કરશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. પણ આપણે પણ પાછા નહીં પડીએ હો આમ નહીં તો આમ લાભ લઈ જ લેજો સોના-ચાંદીના ભાવ ઘટાડા સાથે જ ખરીદીને રોકાણ કરી જ લેજો.