khissu

સોના ચાંદીના ભાવોમાં ભયંકર ઘટાડો, રૂ.12,000 નો ઘટાડો, જાણો હજી કેટલો ઘટશે ?

આંતર રાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો થયો: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ૧૭૯૧ અમેરિકન ડોલર પ્રતિ ઔસ થયું. વૈશ્વિક વાયદા ભાવ કૉમેક્સ પર સોનુ ૧૭૮૪ ડોલર પ્રતિ ઔસ છે. આમ હાલ સોનું વૈસ્વીક સ્તરે પણ ૧૮૦૦ ડોલર પ્રતિ ઔસ કરતા પણ નીચે આવ્યું છે. 

વેકસીનની શોધ થતાં જ સોનાના ભાવ માં ઘટાડો થયો: કોરોના સમય દરમ્યાન ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના ભાવો આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે કોરોના સંકટ ટળતો ગયો અને રશિયાએ કોરોના વેકસીનની જાહેરાત કરી જેથી કોરોના પ્રત્યેનો લોકોનો ડર ઓછો થયો તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો તેમ સોના-ચાંદીના ભાવ માં ઘટાડો થતો ગયો.

ભારતમાં સોના-ચાંદી વધુ સસ્તું થવાનું કારણ: ૧ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થયું જેમાં સોના-ચાંદી પર કસ્ટમડ્યૂટી ઘટાડી હતી જેથી બજેટ રજૂ થયા બાદ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે સોના-ચાંદીમાં ઓગસ્ટ મહિનાથી ધીમે ધીમે ઘટાડો થતો આવ્યો છે.

૬ મહિનાના ટૂંકા ગાળામાં લગભગ ૧૨,૦૦૦ રૂપિયાનો ઘટાડો: ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે  અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૨૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૯,૮૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૬ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૧,૮૦૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૮,૦૪૦ ₹ નો ઘટાડો થયો છે.

માત્ર દોઢ મહિનામાં ૪,૩૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.

જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૮,૨૪૦ રૂપિયા થયો છે. જેથી માત્ર દોઢ મહિનામાં જ ૪,૩૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે જોરદાર ઘટાડો થયો.

જોકે આ જ મહિનાની વાત કરીએ તો આ મહિનાની ૧લી તારીખે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૮,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૧,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. 

એક્સપર્ટના જણાવ્યા મુજબ હજી કેટલો ઘટી શકે છે ભાવ ?: મિત્રો, સોના-ચાંદીના એક્સપર્ટના જણાવ્યા મુજબ જેવી રીતે સોના-ચાંદીના ભાવ ઘટી રહ્યા છે તે એક નીચા લેવલ સુધી જશે. જોકે પાછળ ૬ મહિના પહેલ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૬૦,૦૦૦ કરતા પણ વધુ હતો જ્યારે આજે ઘટીને ૪૮,૦૦૦ ની સપાટીએ પહોંચ્યો છે તેવી જ રીતે આગળ જતાં આ ભાવ ઘટીને ૪૦ થી ૪૨ હજારની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ છે.

તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે.

ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ: 

આજ ૨૫/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯.૮૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૮.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૯૮૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯,૮૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૭૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૨૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૬,૯૯૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૨૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૨,૪૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલે ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪૬,૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો જયારે આજે ૪૬,૨૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો. જેથી કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૧૦ રૂપિયાનો ઘટાડો થયો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૨૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૫૯૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૨૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૨,૪૦૦.૦૦ રૂપિયા

જોકે, એક દિવસ પહેલાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૮,૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો જયારે આજે ૪૮,૨૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો. જેથી કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૧૦ રૂપિયાનો ઘટાડો થયો.

છેલ્લા ૧૦ દિવસના સોનાના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૧૬/૦૨/૨૦૨૧       ૪,૬૭,૪૦૦ ₹        ૪,૯૭,૪૦૦ ₹
૧૭/૦૨/૨૦૨૧       ૪,૭૧,૬૦૦ ₹        ૫,૦૧,૬૦૦ ₹
૧૮/૦૨/૨૦૨૧        ૪,૭૧,૫૦૦ ₹       ૫,૦૧,૫૦૦ ₹
૧૯/૦૨/૨૦૨૧        ૪,૬૯,૯૦૦ ₹       ૪,૯૯,૯૦૦ ₹
૨૦/૦૨/૨૦૨૧        ૪,૫૪,૯૦૦ ₹       ૪,૮૪,૯૦૦ ₹
૨૧/૦૨/૨૦૨૧        ૪,૫૭,૫૦૦ ₹       ૪,૮૭,૫૦૦ ₹
૨૨/૦૨/૨૦૨૧        ૪,૫૭,૭૦૦ ₹       ૪,૮૭,૭૦૦ ₹
૨૩/૦૨/૨૦૨૧        ૪,૫૭,૭૦૦ ₹       ૪,૭૭,૭૦૦ ₹
૨૪/૦૨/૨૦૨૧        ૪,૬૩,૫૦૦ ₹       ૪,૮૩,૫૦૦ ₹
૨૫/૦૨/૨૦૨૧        ૪,૬૨,૪૦૦ ₹       ૪,૮૨,૪૦૦ ₹

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૨૩ ફેબ્રુઆરીએ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૭,૭૭૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.