Top Stories
khissu

પશુપાલકો માટે સૌથી મોટી યોજના - 2021: હાલ કઈ કઈ યોજનાઓ શરૂ? ક્યાં ક્યાં આધાર પુરાવા જોઇએ? જાણો યોજનાની સંપૂર્ણ માહિતી

હાલ આઈ ખેડૂત નાં પોર્ટલ પર પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. તારીખ 01/07/2021 સુધી પશુપાલનની યોજનાઓ માટે I Khedut Portal ચાલુ કરવામાં આવ્યું છે. પશુપાલકો યોજનાનો લાભ લેવા માટે હવે આઈ ખેડૂતનાં પોર્ટલ પર અરજી કરી શકશે.

ચાલુ વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર પશુપાલનની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે પાવર પાવર ડ્રીવન ચાફ કટર, બકરા (10+1) એકમ સ્થાપના સહાય, કુત્રિમ બીજદાન થી જન્મેલ શુદ્ધ વાછરડી માટે પ્રોત્સાહન યોજના, ગાભણ પશુઓ માટે ખાણદાણ સહાય, 12 દુધાળા પશુઓ માટે ડેરી ફાર્મ સ્થાપના, ગ્રામ્ય કક્ષાની દૂધ મંડળી માટે દુધઘર , ગોડાઉન બાંધકામ સહાય જેવી અલગ અલગ 26 યોજનાઓ ઉપલબ્ધ છે. જે માટે લાભાર્થીએ અરજી કરવા માટે તેમાં આપેલા જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરી 7 દિવસની અંદર તાલુકાના લાગુ પડતાં નજીકના પશુ દવાખાનાએ પહોંચાડવાની રહેશે. અથવા જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. અરજી પ્રિન્ટ કરતા પહેલા નામ, અટક કે ગામના નામમાં ભૂલ ન રહે તે ખાસ જોવાનું રહેશે.

જે યોજનામાં લક્ષ્યાંક કરતા ઓછી અરજીઓ હશે તે યોજનાઓ માટે પોર્ટલ વધુ સમય માટે ખુલ્લું રાખવામાં આવશે. જે યોજનામાં લક્ષ્યાંક જેટલી કે લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ હશે તે યોજનાઓ માટે પોર્ટલ 01/07/2021 નાં રોજ બંધ કરવામાં આવશે. તેમજ લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ માટે લાભાર્થી નિયત કરવા માટે નિયમાનુસાર ઑનલાઇન ડ્રો કરવામાં આવશે.

પશુપાલકોનાં ગાભણ પશુઓને ખાણદાણ સહાય:- આ સહાય સામાન્ય જાતિના પશુપાલકો માટે અને અનુસૂચિત જનજાતિ ના પશુપાલકોને લાભ મળવાપાત્ર રહેશે. લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100 % લેખે સહાય સહાય આપવામાં આવશે. હાલ આ યોજનાના ફોર્મ ભરવાનું શરૂ છે.

ખરીદી ક્યાંથી કરવાની રહેશે?

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એમ્પેનલમેન્ટ પાસેથી ખરીદી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ખાણદાણ નાં ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક, સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

પાવર ડ્રીવન ચાફ કટર:

સામાન્ય જાતિના પશુ પાલકો માટે:- આઈ ખેડૂત પોર્ટલ પર સામાન્ય જાતિના પશુપાલકો માટે ખરીદ કિંમતના 75% અથવા 18,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.

અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે:- પશુપાલન ની યોજનાઓમાં પાવર ડ્રીવન ચાફ કટર ખરીદવા પર ખરીદ કિંમતના 75 % અથવા 18,000 રૂપિયા બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે.

અરજી કરવાની તારીખ:- 01/06/2021 થી 01/07/2021 સુધી ઓનલાઇન અરજી કરી શકશો.

ખરીદી ક્યાંથી કરવાની રહેશે? લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજ:
(1) આધાર કાર્ડ નકલ
(2) બેંકની પાસબુક નકલ
(3) 7/12 અને 8 અ
(4) રેશનકાર્ડની નકલ
(5) મોબાઈલ નંબર

અરજી ક્યાં કરી શકશો ?

ગ્રામ પંચાયત કચેરી એ જઈ તમે અરજી કરી શકો છે. અથવા તો સાયબર કાફેમાં જઈ અરજી કરી શકો છો.

આ માહિતી ગુજરાત નાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.