Top Stories
khissu

મહિને 1 લાખથી પણ વધુની કમાણી કરવી છે તો શરૂ કરો આ બિઝનેસ, એ પણ ઓછા ખર્ચે...

 હવે આ જમાનામાં વ્યવસાય કરવો ખૂબ સરળ છે તેનું કારણ એ છે કે દેશમાં પરિવહન સેવાઓ વિકસી છે, લોકો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકે છે, શિક્ષણ વધ્યું છે ઉપરાંત, સરકાર દ્વારા પણ ઘણી મદદ મળે છે. હવે વ્યવસાય તરફ લોકોની રુચિ વધતી જોવા મળે છે અને કેમ ન વધે જ્યારે લાખો રૂપિયા કમાઇ શકાતા હોય. જો આયોજન મુજબ વ્યવસાય કરવામાં આવે તો રોકેલી મૂડી કરતાં બમણું વળતર ચોક્કસ મેળવી શકાય છે.

આ વ્યવસાયમાં કોઈ અલગ ટ્રેનિંગની જરૂર નથી 
જો તમે પણ ઓછા પૈસે વ્યવસાય શરૂ કરવા માંગો છો તો અમે તમને જણાવીશું એક એવો વ્યવસાય કે જેમાં તમે દર મહિને રૂ.1 લાખ સુધી કમાઇ શકશો. આ વ્યવસાય છે કોર્ન ફ્લેક્સનો વ્યવસાય. આ વ્યવસાયમાં કોઈ અલગ ટ્રેનિંગની જરૂર નથી સરળતાથી તમે આ વ્યવસાય કરી શકો છો. તેની કેટલીક માહિતી નીચે મુજબ છે.

યોગ્ય સ્થળ જરૂરી 
કોર્ન ફ્લેક્સના વ્યવસાય માટે તમારે કુલ 2000 થી 3000 ચોરસ ફૂટ જગ્યાવાળું ચોક્કસ સ્થળ જોઇશે. જેમાં સ્ટોરેજ માટે વેરહાઉસ હોવું જોઇએ. ઉપરાંત, જે વિસ્તારમાં તમે આ વ્યવસાય શરૂ કરો છો ત્યાં વીજળીની સુવિધા પણ તપાસી લેવી જોઇએ. હવે વાત કરીએ મકાઈની તો તમે મકાઈનું વાવેતર જાતે કરી શકો છો. જો તમારે મકાઈનું ઉત્પાદન જાતે ન કરવું હોય અને તૈયાર મકાઈ દ્વારા વ્યવસાય કરવો હોય તો તમારે તેવા વિસ્તારમાં વ્યવસાયની સ્થાપના કરવી જ્યાં મકાઈનું ઊંચું ઉત્પાદન હોય. જ્યાં સારી ગુણવત્તાવાળી મકાઈ મળતી હોય. જેથી તમારે મકાઈ લાવવામાં આસાની રહેશે, સમય બચશે અને ખર્ચ ઓછું થશે.    

કેવી રીતે બનશે કોર્ન ફ્લેક્સ?
કોર્ન ફ્લેક્સ બનાવવા તમારે મશીનનો ઉપયોગ કરવો પડશે. મશીન દ્વારા ઉત્પાદન ઝડપથી થાય છે. કોર્ન ફ્લેક્સનું મશીન ભારતના ઘણા રાજ્યોમાં ઉપ્લબ્ધ છે. ગુજરાતના ઘણા શહેરો આ મશીન વ્યાજબી ભાવે વહેંચે છે. આ વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતા આ મશીનોનો ઉપયોગ માત્ર મકાઈમાંથી બનેલા કોર્ન ફ્લેક્સ બનાવવા માટે જ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ ઘઉં અને ચોખાના ફ્લેક્સ બનાવવા માટે પણ થઈ શકે છે.

કેટલો નફો થશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક કિલો કોર્ન ફ્લેક્સ બનાવવાની કિંમત લગભગ 30 રૂપિયા આવે છે અને બજારમાં સરળતાથી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. જો તમે એક દિવસમાં 100 કિલો કોર્ન ફ્લેક્સ વેચો છો, તો તમારો નફો લગભગ 4000 રૂપિયા થશે. તો બીજી તરફ, જો તમે મહિનાનો આંકડો કાઢો છો, તો તમને 1,20,000 રૂપિયા સુધીની કમાણી થશે.