khissu

મહિલાઓના અપમાનજનક Myntra નો લોગો કંપનીએ બદલાવો જ પડ્યો, તેના વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ

ઘણી વખત મોટી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને કંપનીઓ લોકોને ઠેસ પહોંચે તેવા ફિલ્મો અને લોગો બનાવતા હોય છે જે પછી અનેક વિવાદો સર્જાય છે. આવું જ કંઈક દેશની ઈ-કોમર્સ કંપની Myntra એ પોતાનો લોગો એવો બનાવ્યો કે જેમાં વિવાદ સર્જાયો હતો અને હાલ Myntra એ પોતાનો લોગો બદલી નાખવાની ફરજ પડી.


દેશની ઈ-કોમર્સ કંપની Myntra એ મહિલાઓ પ્રત્યેનો અપમાનજનક લોગો બનાવ્યો હતો જે અંગે એક મહિલા કાર્યકર્તા નાઝ પટેલે લોગો વિરુદ્ધ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે, myntra નો લોગો મહિલાઓ પ્રત્યે અપમાનજનક છે. અને Myntra નો આ લોગો હટાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત નાઝ પટેલે વિવિધ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને લોકોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું.


નાઝ પટેલે કરેલી ફરિયાદ બાદ કંપનીએ પોલીસ પાસે લોગો બદલવા માટે એક મહિના ની માંગ કરી હતી અને હાલ Myntra એ તેની વેબસાઈટ, એપ્લિકેશન અને પેકેજીંગ સામગ્રી પર પોતાનો લોગો બદલી નાખ્યો.