khissu

કોરોના ની વેક્સિન સામાન્ય દુકાને થી પણ મળી રહેશે.

કોરોના ની વેક્સિન દુકાનો માં પણ ઉપલબ્ધ હશે. જે લોકો કોરોના ની રસી ખરીદવા માટે સક્ષમ હશે તે લોકો સામાન્ય દુકાનો એ થી પણ કોરોના ની રસી ખરીદી શકશે.

૨૮ ડિસેમ્બરથી ભારતમાં કોરોના ની રસી આવવાની વાત થઈ રહી છે ત્યારે રસી ભારત માં આવ્યા બાદ તેને સામન્ય દુકાનો માં પણ ઉપલબ્ધ કરાવશે. એક રિપોર્ટ મુજબ કોરોના ની રસી ખરીદવા પર સબસિડી પણ આપવામાં આવશે.

નિષ્ણાંત ના જણાવ્યા મુજબ આવી જ રીતે અગાઉ ઈન્ફ્લ્યુંએન્ઝા ની રસી માટે કરવામાં આવ્યું હતું જેમાં સક્ષમ લોકો સામાન્ય બજાર માંથી પણ રસી ખરીદી શકે .

કેન્દ્ર સરકારે ઘોષણા કરી હતી કે આગામી વર્ષમાં જુલાઈ મહિના સુધીમાં ઓછામાં ઓછાં ૩૦ કરોડ ગંભીર શ્રેણીમાં આવતા લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય છે. આ લાભાર્થીઓની યાદી બનાવવાનું કામ પણ શરૂ છે. આ ૩૦ કરોડ લોકોમાં પહેલા ચરણમાં ૩ કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રટલાઇન વેકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.