khissu

‘તારક મહેતા...’ શોમાં ભલે આ કપલ પરણેલા હોય, પરંતુ જાણીને ઝાટકો લાગશે કે રિયલ લાઈફમાં છે વાંઢા

છેલ્લા 13-13 વર્ષથી લોકોને ખડખડાટ હસાવતો પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લોકોને મનોરંજન કરાવવામાં ક્યારેય પાછો નથી પડતો. આ શોએ દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. આ શોના દેશ-વિદેશમાં ઘણા ફેન્સ છે. આ શો માત્ર ટીવી પર જ લોકોને ગમ્યો છે એટલું નથી પરંતુ ટીવીમાં ટોચના 10 શોમાં પણ તેનું સ્થાન જાળવી રાખે છે. આ શોના દરેક પાત્રની એક અલગ ઓળખ છે. શોમાં તમે જોયું હશે કે ઘણા સ્ટાર્સ પરણેલા બતાવવામાં આવ્યા છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે શોમાં પતિ-પત્નીનો રોલ કરનારા આ કલાકારો હજી પણ રિયલ લાઈફમાં સિંગલ છે. આજે આ સ્ટોરીમાં એવા કલાકારો લિશે વાત કરવી છે કે જે ઓન-સ્ક્રીન ભલે પરણેલા હોય પરંતુ રિયલ લાઈફમાં તે હજુ પણ સિંગલ છે અને જીવનનો સંપૂર્ણ આનંદ માણી રહ્યા છે.

બબીતા (મુનમુન દત્તા)
બબીતા ​​અય્યર ઉર્ફે મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીની સૌથી સ્ટાઇલિશ મહિલા છે અને કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યરની પત્નીનો રોલ કરી રહી છે. ખાસ કરીને જેઠાલાલ બબીતાને ખૂબ જ પસંદ છે. શોમાં બબીતાના લગ્ન થઈ ગયા છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે હકીકતમાં તેને હજી સુધી તેના પસંદગીનો છોકરો મળ્યો નથી અને તે સિંગલ છે.

રોશનસિંહ સોઢી (ગુરચરણ સિંહ)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીનો રોલ કરનાર ગુરચરણ સિંહ શોમાં તેની પત્ની રોશન પર ઘણો પ્રેમ બતાવી રહ્યો છે. પરંતુ લોકો ભાગ્યે જ જાણતા હશે કે રિયલ જીવનમાં તે હજી બેચલર છે અને તેણે લગ્ન નથી કર્યા. રોશને હંમેશાં તેના પાત્રથી દર્શકોનું મનોરંજન કર્યું છે, પરંતુ વ્યક્તિગત કારણોસર તેણે વર્ષ 2013 માં શો છોડી દીધો હતો.

અંજલિ મહેતા (નેહા મહેતા)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાની પત્નીનો રોલ કરનારી અંજલિ મહેતા ઉર્ફે નેહા મહેતાને આ શોમાં એક હોંશિયાર પતિ મળી ગયો છે પરંતુ તે રિયલ લાઈફમાં હજુ પણ કુંવારી છે. નેહા 34 વર્ષની છે અને ખાસ વાત કે આપણી ગુજરાતી છે. તેણે આજ સુધી લગ્ન કર્યા નથી. થોડા સમય પહેલા નેહાએ શો છોડી દીધો હતો, પરંતુ હવે સમાચાર એવા આવી રહ્યાં છે કે તે એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળી શકે છે.

કૃષ્ણન અય્યર (તનુજ)
તમે બધા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કૃષ્ણન અય્યરને જાણતા જ હશો, કારણ કે જેઠાલાલ અય્યરની ખૂબ જ મજાક કરે છે. તે આ શોમાં સુંદર બબીતા​​જીનો પતિનો રોલ કરે છે. જેઠાલાલ સાથે તેમને 36નો આંકડો છે. પરંતુ આ શોમાં ઓન-સ્ક્રીન પતિ બનનારા તનુજને હજુ સુધી રિયલ લાઈફમાં તેની વહુ મળી નથી. આ શોમાં દક્ષિણ ભારતીય અય્યરની ભૂમિકા નિભાવનાર તનુજ 40 વર્ષનો છે અને તે મધ્યપ્રદેશનો છે. જો કે તેની પત્ની બબીતા ​​આ શોમાં એકદમ સ્ટાઇલિશ છે, પરંતુ હકીકતમાં બન્ને બેચલર છે.

બાવરી  (મોનિકા ભાદોરિયા)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાની દિવાની એવી બાવરીને લોકો હવે સારી રીતે ઓળખે છે. આ અભિનેત્રીનું અસલી નામ મોનિકા ભાદોરિયા છે. શોમાં બાવરીને પોતાનો બાઘો મળી ગયો છે, પરંતુ રિયલ જીવનમાં તે હજુ પોતાનો વર શોધી શકી નથી અને તે સિંગલ છે. મોનિકાએ કોઈ કારણસર 2018માં શોને અલવિદા કહી દીધું હતું.