Top Stories
કેન્દ્ર સરકારની આ યોજનાથી ખેડૂતો બનશે માલામાલ, કચરામાંથી પણ થશે કમાણી

કેન્દ્ર સરકારની આ યોજનાથી ખેડૂતો બનશે માલામાલ, કચરામાંથી પણ થશે કમાણી

કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની મદદ માટે અનેક યોજનાઓ ચલાવે છે. જેમા જરૂરિયાતમંદ લોકોને વિવિધ પ્રકારના કાપડ ઉત્પાદન અને સંબંધિત કાર્યોની કુશળતા શીખવવા માટે કેન્દ્ર સરકારે 'સમર્થ યોજના' શરૂ કરી છે. હવે તેમા ખેડૂતોને પણ જોડવા જઈ રહી છે. આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતના બજેટમાં વીજળીનું ઉત્પાદન વધારવા, પ્રદૂષણ ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા માટે મિશ્ર યોજનાની જાહેરાત કરી શકે છે.

ખેડૂતોની આવકમાં થશે વધારો
નિષ્ણાતોનું કહેવું છે કે આ યોજનાને 'સમર્થ' નામ આપવામાં આવ્યું છે. SAMARTH યોજના હેઠળ, કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ્સમાં 5% બાયોમાસનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી ખેડૂતોને વાર્ષિક આશરે 15,000 કરોડ રૂપિયાની આવક થશે તેવુ અનુમાન છે.

'સમર્થ યોજના'ની સૌથી સારી બાબત એ છે કે જ્યારે પાવર હાઉસમાં પરાળીનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે દર વર્ષે થતા વાયુ પ્રદૂષણથી પણ છુટકારો મળશે. વીજ ઉત્પાદન ક્ષમતા વધશે અને જેના કારણે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાની માંગમાં ઘટાડો આવશે.

પ્રદૂષણથી પણ રાહત મળશે
'સમર્થ' યોજના ખેડુતોને પાકની પરાળીને બાળવાને બદલે તેને ભૂસામાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરવાની યોજના છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દર વર્ષે મોટા પાયે પરાળી બાળવામાં આવે છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં દિલ્હી-એનસીઆરની આસપાસના આકાશમાં ધુમ્મસ એક મોટી સમસ્યા બની જાય છે. એવું કહેવાય છે કે આ ધુમ્મસ ખેડૂતો દ્વારા ડાંગરના ભૂસાને સળગાવવાના કારણે થાય છે. જો કે, સરકારે કાયદેસર રીતે પરાળી બાળવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં, ખેડૂતો આગલા પાક માટે ખેતર તૈયાર કરવા માટે પરાળી બાળે છે.

હવે પરાળીના કોમર્શિયલ ઉપયોગને કારણે ખેડૂતોને એક રીતે પરાળી બાળવામાંથી છુટકારો મળશે અને તેઓ તેનું વેચાણ કરીને આવક પણ મેળવી શકશે, જ્યારે ખેતરમાં પરાળી ન બાળવાથી વાયુ પ્રદુષણમાં પણ ઘટાડો થશે.

કોલસાનો વપરાશ સતત વધી રહ્યો છે
તો બીજી તરફ ભારતના પાવર પ્લાન્ટ્સમાં દર વર્ષે લગભગ 700 મિલિયન ટન કોલસાનો વપરાશ થાય છે. જો આમાં 5 ટકા પરાળી અથવા અન્ય બાયોમાસનો ઉપયોગ કરવામાં આવે તો લગભગ 35 મિલિયન ટન કોલસો ઓછો બાળવો પડશે. જો કોલસો ઓછો બાળવામાં આવશે તો કાર્બન ઉત્સર્જન પણ ઓછું થશે. એનટીપીસી લિમિટેડ અને હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશે વીજળી ઉત્પન્ન કરવા માટે બળતણ તરીકે બાયોમાસ મેળવવાનું શરૂ કર્યું છે.