Top Stories
khissu

મધમાખી ઉછેરના વ્યવસાયમાં છે લાખો કમાવાની તક, આ રીતે કરો બિઝનેસ

જો ભારતની વાત કરીએ તો, આ કૃષિપ્રધાન દેશમાં ખેતીની સાથે-સાથે મધમાખી ઉછેરનો વ્યવસાય પણ ખૂબ પ્રચલિત છે. લોકો પણ મોટી સંખ્યામાં આ વ્યવસાય સાથે જોડાઇ રહ્યાં છે અને બમણો પ્રોફીટ કરી રહ્યા છે અને આમ પણ મધમાખી ઉછેર એ ખૂબ જ અગત્યનો ખેતી આધારીત ઉદ્યોગ છે.

મધમાખી ઉછેર પ્રક્રિયાઃ
મધમાખી ઉછેર માટે તમારે સૌપ્રથમ લાકડાની મધપેટી જોઇશે. આ મધપેટીને ખુલ્લા ખેતર અથવા શેઢાઓ પર મુકવી. ખેતરોમાં મુકવામાં આવેલી પેટીમાં મધ માટે માખીની સ્લાઇડ ગોઠવવી. ત્યારબાદ પેટીમાં મુકવામાં આવેલી મધમાખીઓ આજુબાજુના વિસ્તારમાંથી પુષ્પરજ એકઠી કરીને 12 દિવસમાં મધ બનાવશે. પછી આ એકઠા થયેલા મધને મધનિકાસ યંત્ર દ્વારા બહાર કાઢી, તેનું પેકિંગ કરીને તમે બજારમાં વેચી શકો છો.  

સરકાર તરફથી પ્રોત્સાહનઃ
ભારત સરકાર મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે. જે થકી ખેડૂતોને વધુમાં વધુ નફો મળે અને તેમની આર્થિક સ્થિતિ પણ સુધરી શકે. આ સિવાય થોડા મહિના પહેલા નાણામંત્રીએ મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર પેકેજની પણ જાહેરાત કરી હતી, જેમાં 500 કરોડની યોજના સામેલ હતી.

સબસિડીઃતમને જણાવી દઈએ કે, આ બિઝનેસ શરૂ કરવા માટે 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાં કેન્દ્ર સરકાર મધમાખી ઉછેરનાં આ વ્યવસાયની સહાય અર્થે 80 થી 85% સુધી સબસિડી આપે છે. આ ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં, મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માટે પશુ માલિકોને પણ સબસિડી આપવામાં આવે છે.

નાબાર્ડ પણ આપે છે સાથઃ
નેશનલ બી બોર્ડ (NBB) એ મધમાખી ઉછેર માટે નાબાર્ડ સાથે જોડાણ કર્યું છે, જેમાં બંનેએ મળીને દેશમાં મધમાખી ઉછેર વ્યવસાય માટે ધિરાણ યોજનાઓ પણ ચલાવી છે.

મધમાખી ઉછેર નફોઃ
મધમાખી ઉછેરનો વ્યવસાય ખેડૂતો માટે નફાકારક સોદો છે, કારણ કે આ એવો વ્યવસાય છે, જેમાં ખર્ચ ઓછો અને નફો વધુ છે. મધમાખીઓમાંથી મળતા મધની કિંમત બજારમાં ઉંચી છે. અને આમ પણ જો ફુલ સિઝન હોય તો આ વ્યવસાયમાં ચાંદી જ ચાંદી છે. આ વ્યવસાય તમે આસપાસના વિસ્તાર સિવાય દૂર દેશમાં નિકાસ કરીને પણ કરી શકો અને કરોડો કમાઇ શકો.