આગામી 48 કલાક રેકોર્ડ બ્રેક ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને હવે હવામાન વિભાગ દ્વારા પણ રેકોર્ડબ્રેક ઠંડી ની આગાહી કરી દેવામાં આવી છે.


હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ૪૮ કલાક રેકોર્ડબ્રેક ઠંડી ની આગાહી કરવામાં આવી છે એટલે કે ૨૮ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ભયંકર કાતિલ ઠંડી પડશે.


આ ઠંડી છેલ્લા ૨૫ વર્ષનો રેકોર્ડ તોડી શકે છે અને ઠંડીને કારણે દેશમાં હજારો લોકોના મૃત્યુ પણ થઇ શકે છે.


ગુજરાતમાં 28 ડિસેમ્બરના રોજ કચ્છના નલિયામાં 3.2 સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું. સાથે ગુજરાતના બીજા જિલ્લામાં ઠંડીનો પારો નીચો ગયો હતો. અને હજી પણ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધારે જોવા મળશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ગુજરાતના કચ્છ નલિયામાં, અમદાવાદમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ આગમી ૪૮ કલાકમાં વધારે જોવા મળશે. 



ઠંડીની આગાહીને ધ્યાનમાં રાખી '' Team Khissu '' આપને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિનંતી કરે છે. અને તમારાં પરિવારમાં 60 વર્ષથી વધારે ઉંમરનાં કોઈ વ્યક્તિ હોય તો એમનું પણ ખાસ ધ્યાન રાખવુ પણ તમારી જવાબદારી બને છે  - આભાર